ગુજરાતની તમામ ગૌશાળા–પાંજરાપોળોને કોરોના મહામારી–મંદીને ધ્યાને લઈને દૈનિક કાયમી સબસીડી આપવા અંગેની માંગ કરતા સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહ:
ગુજરાતના જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને ( Vijay Rupani) CM Gujarat
કોરોના વાયરસ સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતિમાં રાજયના મૂંગા–અબોલ પશુજીવોને ઘાસચારો પશુ–આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે
રાજયની રજીસ્ટર્ડ તમામ ગૌશાળા, પાંજરાપોળોના આશરે ૪ લાખ જેટલા પશુઓ માટે
રાજય સરકાર દ્રારા પશુદીઠ, રોજની મિનિમમ પ૦ રૂા. લેખે કાયમી સબસીડી જાહેર કરવામાં આવે
તેવી માંગણી સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ શાહ ( Girishbhai Shah, Samast Mahajan ) દ્રારા કરવામાં આવી છે.
ગત વર્ષે કોરોનાકાળમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકાર દ્રારા
અવાર–નવાર રાજયની તમામ ગૌશાળા પાંજરાપોળો સબસીડી આપીને
જીવદયાનું એક ઉતમ ઉદાહરણ પાડયું છે.
જીવદયાના અનેકો કાર્યો વખતો વખત રાજય સરકાર ( Government of Gujarat ) દ્રારા કરવામાં આવ્યા છે.
કોરાના મહામારીએ અત્યારના સંજોગોમાં ભયંકર રૂપ ધારણ કર્યું છે
ત્યારે પાંજરાપોળ ગૌશાળાઓનાં પશુધનનું ભરણપોષણ નાના મોટા મહાજન, વેપારી, ઉદ્યોગપતિઓ દ્રારા
અપાતા દાન પરથી નિભાવ થતો હોય છે.
એક તરફ સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ હતો જ અને
ઓછામાં વધુ મહામારી જેવા રોગે ધંધા–રોજગારની કમર તોડી નાખી છે.
ત્યારે પશુધનને નિભાવવા માટે રોજ મિનિમમ રૂા. ૧૦૦નો ખર્ચ થતો હોય છે અને
પાંજરાપોળ ગૌશાળાઓમાં કામ કરતા પરીવારોને પગાર, અન્ય ખર્ચા, મોંઘાભાવે મળતા ખાણદાનથી
સંસ્થાઓનાં પણ હાલ બેહાલ થયા છે.
તેને ધ્યાનમાં રાખી સરકાર સહાનુભૂતિપૂર્વક વિચારીને ગુજરાતની તમામ ગૌશાળા–પાંજરાપોળોને મિનિમમ પ૦ રૂા. દૈનિક, કાયમી સબસીડી જાહેર કરે તો
અબોલ જીવો માટે આશીર્વાદરૂપ સાબીત થશે.