ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. હવમાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ ભારે પ્રમાણમાં વરસ્યો છે. બીજી તરફ રાજ્યના અમીરગઢ, કચ્છમાં તો મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી. અમીરગઢમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી..ભારે વરસાદને લઈ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા…વરસાદને લઈ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી..વાવણી લાયક વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખશીની લાગણી જોવા મળી હતી.
કચ્છમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી..હવામાનની આગહી મુજબ બપોર બાદ અચાનક વરસાદી વાતાવરણ સર્જાયું હતું..પશ્ચિમ કચ્છના કુકમા,રેહા,હાજાપર,કોટડા,ચકાર,હરૂડી,રેહા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો..વરસાદ શરૂ થતા ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.
પાટણામાં મેઘરાજાના એક દિવસના વિરામ બાદ ફરી પધરામણી થઈ હતી.દિવસભર ઉકળાટના માહોલ બાદ સાંજે મેઘરાજા વરસ્યા હતા..પાટણના સરસ્વતી સિદ્ધપુર હારીજ ચાણસ્મામાં વરસાદી ઝાપટા શરૂ થયા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. સાર્વત્રિક વરસાદને લઈ ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો.
બીજી તરફ મહેસાણાના ઊંઝામાં પણ મેઘરાજાનું આગમન થયું. ઊંઝા તેમજ આસપાસના પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જામનગરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદનું આગમન થયું હતું..ભારે ઉકળાટ બાદ ધીમેધારી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી,કાળા ડિબાંગ વાદળો આકાશ ઘેરાયા બાદ વરસાદ શરૂ થયો હતો..વરસાદને લઈ ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268