કોરોનાના (Covid 19) બીજા તબક્કામાં રાજ્યમાં દિવસે ને દિવસે રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે.
તેવામાં કોરોના કેસોને અટકાવવા માટે ગુજરાત સરકાર પણ ચિંતામાં છે. તેવામાં જામનગરમાં (Jamnagar) પણ કોરોના સંક્રમણ વધતાં તંત્ર દ્વ્રારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
અને પાનના ગલ્લાઓ પર ભીડ એકઠી થતાં પાનનાં ગલ્લા બંધ કરાવવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોના કેસો વધતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ધંધા રોજગારને અસર ન પહોંચે તે માટે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન જાહેર ન કરાતાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ સહિતના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
તેવામાં જામનગરમાં પણ સતત કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે.
તેવામાં કોરોનાનાં નિયમો જેમ કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું તંત્ર અને પોલીસ દ્વારા કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.
જામનગરના પાનનાં ગલ્લાઓ પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ઉલાળિયો થતાં મનપા તંત્ર અને પોલીસે સંયુક્ત કામગીરી કરીને પાનના ગલ્લાઓ બંધ કરાવ્યા હતા.
તો બીજી તરફ જામનગરના મોટી બાણુગાર ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
ગામમાં એક સપ્તાહમાં 25 કેસ નોંધાતા સ્વૈચ્છીક લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં આજે રાત્રે 8 વાગ્યાથી સપ્તાહ સુધી લૉકડાઉન રહેશે.
અને ગામમાં શાકભાજી, દૂધની ડેરી માત્ર બે કલાક ખુલશે.
પાન, બીડી, હોટલ સહિતના ધંધા, વ્યવસાય સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે, માત્ર દૂધની ડેરીને આંશિક છૂટ આપવામાં આવશે.