સમગ્ર બનાવમાં અમદાવાદ, સુરતના કનેકશન સાથે રાજ્ય વ્યાપી રેકેટની શકયતા પણ જોવા મળી રહી છે. ત્યારે આરોપી રેલવે કર્મચારીઓની પત્ની તેમજ અન્યના નામના બેન્ક એકાઉન્ટમાં ભ્રષ્ટાચારની રકમ મેળવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે આર.પી.એફની આ કૌભાંડમાં કાર્યવાહીથી રેલવે વિભાગમાં ખળભળાટ મચ્યો છે.વેરાવળ રેલવે ડિવિઝનમાં રેલ ટિકિટના કાળાબજારના રેકેટનો રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. રેલવેના જ ચાર બુકિંગ ક્લાર્ક અને એક સ્ટેશન સુપરવાઈઝર સાથે મળીને અમદાવાદ, સુરતના એજન્ટો મારફત કાળાબજારીનું રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યુ છે.
આણંદ માં આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર વિધાર્થીને મરણોપરાંત Phdની ડીગ્રી કરાશે એનાયત
સમગ્ર કૌભાંડની તપાસ ચલાવી રહેલ વેરાવળ આર.પી.એફના પી.એસ.આઈ ઉદયભાણસિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે વેરાવળ રેલવે ડિવિઝનના તાલાલા, સાસણ ગીર, વિસાવદર, દામનગર જેવા નાના મીટરગેજ રેલવે સ્ટેશનો પરથી પ્રતિદિન એક લાખની તત્કાલ ટિકિટના બુકિંગ થતા જે શંકા ના દાયરામાં હતા અને રેલવે ટિકિટની કાળા બજારીનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે છેલ્લા એક વર્ષથી આ રેકેટનો પર્દાફાશ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.આર.પી.એફની ટીમ દ્વારા આ ટિકિટના પી.એન. આર આધારે અમદાવાદ અને સુરતમાં પેસેન્જરને ટ્રેસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં આ ત્રણેય ટિકિટનો બ્લેકનો ભાવ ચૂકવી ખરીદી કરાયેલ જે આધારે આ ટિકિટ કોની પાસેથી ખરીદી તે દિશામાં તપાસ હાથ ધરતા અમદાવાદ સુરતના રેલવે ટિકિટના કાળાબજારીયાઓ મારફત વેરાવળ રેલવે ડિવિઝનના રેલવેના જ બુકિંગ ક્લાર્ક સુધી પગેરું પહોંચ્યું હતું.
રેલવે તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે ઉભી કરાયેલ તત્કાલ બુકિંગ સેવાનો રેલવેના જ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ગેરલાભ ઉઠાવી રેલવે ટિકિટના કાળા બજારીનું રેકેટ ચલાવી રહ્યાની પુષ્ટિ થઈ છે, ત્યારે આ રેકેટના તાર ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે પણ જોડાયેલ હોવાની ચર્ચા ઉઠી છે. .સાસણ ગીર સ્ટેશનનો બુકિંગ કલાર્ક સંદિપ અગ્રાવત, તાલાલા સ્ટેશનનો બુકિંગ કલાર્ક મનિષ શ્રીવાસ્તવ, વિસાવદર સ્ટેશનનો બુકિંગ કલાર્ક નીતિન દમણિયા અને દામનગર સ્ટેશનનો ડેપ્યુટી એસ.એસ. શિવકૃપાલ પાસવાનની સંડોવણીના પુરાવા સામે આવતા ચારેય રેલવે કર્મચારીઓ સહિત અન્ય ચાર કાળા બજારીયા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધરપકડ કરવામાં આવેલ આવી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268