ગિરનાર મધ્યે પૂજ્ય આચાર્ય ભગવંતનો ચાતુર્માસ પ્રવેશ થયો.
Shantishram News, Diyodar, Gujarat.
ગરવા ગિરનાર તીર્થ મધ્યે ગિરનાર દર્શન જૈન ધર્મશાળામાં તારીખ 22/07/2021 ના રોજ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય હેમવલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાનો ચાતુર્માસ પ્રવેશ થયો.
વધુ વાંચો: માધાપર ભૂજ મધ્યે પુજ્ય શ્રીનો ચાતુર્માસ પ્રવેશ થયો
પરમ પૂજ્ય યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ના શિષ્યરત્ન
પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય હેમવલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ કે
જેઓ પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી
ગિરનાર તથા સહસાવન તળેટીના વિકાસ માટે રોજ ગિરનાર મહાતીર્થની યાત્રા કરે છે.
વધુ વાંચો: ગુરુરામ પાવન ભૂમિ, સુરત મધ્યે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી નો ચાતુર્માસ પ્રવેશ થયો.
પૂજ્ય આચાર્ય ભગવાન છેલ્લાં 24 વર્ષથી સતત આયંબિલ ની આરાધના કરી રહ્યા છે॰
પૂજ્ય શ્રી એ માત્ર ૨૬ વર્ષની યુવા વયે દીક્ષા ગ્રહણ કરેલ અને
તેઓ આજીવન આયંબિલના પચ્કખાણ કરેલ છે.
પૂજય શ્રી ના પ્રવેશ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુભક્તો તેમજ ગિરનાર પ્રેમીઓ ઉપસ્થિત રહેલા.
Jain Chaturmas Pravesh, Girnar Junagadh, GUjarat,
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268