જે અન્વયે વલસાડ જિલ્લામાં તા.૨૫મી થી તા.૨૮મી મે દરમિયાન ૧૪૩ ડીલરો અને એજન્સીઓની ચકાસણી કરાતા બિયારણના ૧૩, ખાતરના ૦૯ અને જંતુનાશક દવાઓના ૦૫ નમૂના લઈ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. તથા બિયારણના ૧૪, ખાતરના ૦૮ અને જંતુનાશક દવાઓના ૦૮ વિક્રેતાઓને શો-કોઝ નોટિસ આપી, બિયારણનો આશરે રૂ.૮૧.૧૨ લાખ, ખાતરનો રૂ.૧૪.૪૩ લાખ અને જંતુનાશક દવાઓનો રૂ.૦.૩૩ લાખના જથ્થોનું વેચાણ અટકાવવામાં આવ્યું હતું. ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં અમુક બાબતોનુ ખાસ ધ્યાન રાખવા જણાવાયું છે. જેમ કે, બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળી પાસેથી કરવી. રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાઓની બોટલ કે ટીન તથા બિયારણની થેલીના સીલની અને મુદ્દતની ચકાસણી કરી લેવી. વેપારીઓ પાસે લાયસન્સ નંબર, પુરેપુરા નામ, તેમની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ અને બિયારણના કિસ્સામાં મુદ્દત પુરી થયાની તારીખ વગેરે વિગતો દર્શાવતું પાકું બીલ મેળવવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇ થેલી, ટીન અને લેબલ સાથે અવશ્ય કરી લેવી. ખાતરની થેલી/બારદાન ઉપર યથાપ્રસંગ ફર્ટીલાઇઝર, બાયોફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર અથવા નોન-એડીબલ ડી-ઓઇલ્સ કેક ફર્ટીલાઇઝર લખેલુ ન હોય તો તેવી થેલીમાં ખાતર ને બદલે ભળતો પદાર્થ હોઇ શકે છે તેથી આવા પદાર્થોની ખરીદી કરવી નહી. જમીન સુધારકો ને નામે વેચાતા પદાર્થો હકીકતમાં રાસાયણિક કે અન્ય ખાતર હોતા નથી તેથી આવા પદાર્થો ખરીદવા કે ખેતીમાં વાપરવા નહીં. વૃધ્ધિકારકો (ગ્રોથ હોર્મોન)સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ દ્વારા આપેલ સી.આઇ.બી. રજીસ્ટ્રેશન નંબર તથા લાયસન્સ નંબર લખેલો ન હોય તેમજ લેબલ ઉપર ૪૫ ડીગ્રીના ખુણે હીરા આકારના ચોરસમાં બે(૨) ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રંગ અને ઉપરના ત્રિકોણમાં ઝેરીપણા અંગેની નિશાની કે ચેતવણી દર્શાવેલી ન હોય તેવા વૃધ્ધિકારકો, જંતુનાશક દવાઓની બોટલ, પાઉચ, પેકેટ કે થેલીમાં રહેલ પદાર્થોની ગુણવત્તાની કોઇ ખાતરી ન હોવાથી કોઇપણ સંજોગોમાં આવા પદાર્થોની ખરીદી કરવી નહીં. આ ઉપરાંત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ગુણવત્તા અંગે જો કોઇ શંકા કે સંશય હોય તો જિલ્લા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામકશ્રી(ગુ.નિ), ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારી તથા ગ્રામ સેવકનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક દ્વારા જણાવાયું છે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર