ખેડા જિલ્લા મહિલા પોલીસે બધિર શાળાના બાળકો સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન તેમના દ્વારા બાળકોને ટીમ કાર્યરત હોવાનુ જણાવ્યું હતું અને તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. ખેડા જિલ્લા મહિલા પોલીસ દ્વારા આજે નડિયાદ સ્થિત બધિર વિદ્યાલયમાં મુલાકાત લેવામાં આવી હતી. મહિલા પોલીસ મથકના પી. એસ. આઇ એ.કે રાઠોડની આગેવાનીમાં SEE ટીમ સહિત મહિલા પોલીસ કર્મીઓ સાથે વિદ્યાલયમાં પહોંચી બધિર વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો હતો. આ દરમ્યાન વિદ્યાર્થીઓની સ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસની ટીમ એસ. જી. બ્રહ્મભટ્ટ બધિર વિદ્યાવિહારમાં પહોંચી મહિલા અને બાળકો પર થતી જાતીય સતામણી, ઘરેલું હિંસા તેમજ સિનિયર સિટીઝનોને મદદ કરવા માટે SEE ટીમ કાર્યરત છે, તે અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. તેમજ સંસ્થાના બાળકો દ્વારા ભરતગુંથણ તેમજ સીવણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બધિર વિદ્યાલય શિક્ષક ગણ સાથે રહી સહકાર સાંપડ્યો હતો.આ મુલાકાત દરમ્યાન મહિલા પોલીસે બધિર શાળાના બાળકો સાથે સમય પણ પસાર કર્યો હતો. તેમજ આ બાળકો સાથે વિવિધ પ્રવૃતિઓ જેવી કે, ભરતગુંથણ , સીવણ વગેરે જેવા પ્રોગ્રામો પણ યોજવામાં આવ્યા હતા,
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો