સાબરકાંઠા જિલ્લાના ૧૫૦ આદિજાતિ ખેડૂતોને ખાતર-બિયારણ કિટ્સ વિતરણ કરાયું. ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલની ઉપસ્થિતિમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિ ખેડુતોને કિટ્સ વિતરણ કરાયું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના ૧૪ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા સેવાસદન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ત્રણ તાલુકાના કૃષિ વૈવિધ્યકરણ યોજનાના આદિજાતિ ખેડુતોને ખાતર-બિયારણની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતુ. કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત આદિજાતિ લાભાર્થી ખેડુતોને અંદાજીત રૂ. ૨૮૦૦/- ની કિંમતની કિટ જેમાં મકાઇનું બિયારણ તેમજ ૫૦ કિ.ગ્રા.ની ૧ થેલી ખાતર ડી.એ.પી. તથા ૫૦ કિ.ગ્રા.ની ૧ થેલી ખાતર પ્રોમ આપવામાં આવે છે. આ વર્ષે ખરીફ સિઝન માટે આદિજાતિ ખેડૂતોને ૦.પ એકર જમીન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના ૭પ હજાર જેટલા ધરતીપુત્રોને મકાઇનું બિયારણ અને ખાતર કિટ વિતરણ કરાશે આ પ્રસંગે પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલે જણાવ્યું હતું કે, અંતરીયાળ વિસ્તારમાં વસતા આદિજાતિ બાંધવોની રાજય સરકારે ચિંતા કરી છે. તેઓ ખેતી અને પશુપાલનથી આત્મનિર્ભર બની શકે તે માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજના થકી આદિજાતિ વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી વીજળી, શિક્ષણ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. આજે ટૂંકી જમીન ધરાવતા નાના ખેડૂતો પણ સારા બિયારણ, સારા ખાતર સરળતાથી મળી રહે તે માટે રાજ્યની આ સરકારે કૃષિ વૈવિધ્યકરણની યોજના હેઠળ આદિજાતિ ભાઇ-બહેનોને શાકભાજીનું બિયારણ અને ખાતર આપીને આર્થિક રીતે પગભર બનાવવાની દિશામાં કામગીરી આરંભી છે. કૃષિ વૈવિધ્યકરણ યોજનાના શુભારંભ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્માના ૧૫૦ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ખાતર-બિયારણની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ગાંધીનગરથી વર્ચ્યુઅલ જોડાયેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સંવાદને જિલ્લાના આદિજાતિ ખેડૂતોએ સાંભળ્યો હતો.આ પ્રસંગે પ્રાયોજના વહીવટદારશ્રી જે.જે.નિનામા, મામલતદાર શ્રી હેતલ વસોયા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં આદિજાતિ ખેડુત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Trending
- ૨૨૫ કરોડના ખર્ચે બનેલું કોંગ્રેસનું નવું મુખ્યાલય, ગુલામ નબી આઝાદ સહિત ઘણા બળવાખોરોને પણ સ્થાન મળ્યું
- બુલેટ ટ્રેન દરિયાની નીચે દોડશે, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કામ અંગે લીધું અપડેટ
- હરિયાણામાં ધુમ્મસ વચ્ચે મોટો અકસ્માત,હાઇવે પર 10 વાહનો અથડાયા
- શ્રદ્ધા મિશ્રાએ સા રે ગા મા પા ની ટ્રોફી જીતી, સ્વપ્ન થયું સાકાર
- ટીમ ઈન્ડિયા 14 મહિનામાં બદલાઈ , 2023 વર્લ્ડ કપ રમનારા 6 દિગ્ગજ ખેલાડીઓ બહાર
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે