Shantishram News, Diyodar, Gujarat.
કાંકરેજ પંથકના ખારીયાના વતની અને અમદાવાદને કર્મભુમી બનાવી વ્યવસાય ક્ષેત્રે સ્થાયી થયેલા
વેલાણી લીલાચંદભાઈ શીવલાલ પરિવારના
મુમુક્ષુ દિલીપભાઈ લીલાચંદભાઈ વેલાણી તેમના ધર્મપત્નિ મુમુક્ષુ અ.સૌ. રક્ષાબેન
ભક્તિસૂરીજી સમુદાયમાં દીક્ષા અંગીકાર કરી તેમની
પુત્રીરત્ન પૂ.સા.શ્રી મર્હષિરત્નાશ્રીજી મ.સા.ના પગલે ચાલશે
તેમનું સંયમ મુહુર્ત પદાર્પણ તા.ર૭/ર/ર૦રર ના રોજ ધાકડી-શંખેશ્વર મહાતીર્થ મધ્યે કરવામાં આવ્યું.
સવારે સૌ લકઝરી બસો દ્વારા ધાકડી પહોંચેલ જ્યાં વાજતે-ગાજતે દાદાના દર્શન કરી થાળ ધરાવી સૌ પૂ.આ.શ્રી શીલરત્નસૂરીજી મ.સા.પાસે પહોંચી ગુરૂવંદના કરેલ.
બાદમાં પૂજ્ય ગુરૂભગવંતો મુમુક્ષુ રક્ષાબેને સંયમ મુહુર્ત પદાર્પણ કરેલ.
લબ્ધિગુરૂકૃપાપાત્ર પૂ.આ.શ્રી શીલરત્નસૂરીજી મ.સા., પૂ.મૂ. શ્રી ભવ્યરત્ન વિ.મ.સા.,
પૂ.મૂ. શ્રી સિધ્ધરત્ન વિ.મ.સા. એ સંયમજીવનનું અમૂલ્ય પાસુ જણાવી સૌને અંગીકાર કરવા અથવા અનુમોદના કરવા જણાવેલ.
મુમુક્ષુ દિલીપભાઈ તથા રક્ષાબેનની શાસન સેવા ઓને ઉજાગર કરેલ. રૂા.પ૦/- નું સંઘપૂજન મુમુક્ષુ પરિવાર તથા સ્નેહીજનો દ્વારા થયેલ. બાદમાં સૌએ નવકારશીનો લાભ લીધેલ.
ત્યારબાદ સૌ શંખેશ્વર ધામમાં પહોંચેલ જ્યાં દાદાના દર્શન કરી સૌ વ્યાખ્યાન હોલમાં પહોંચેલ. જ્યાં સંગીતના તાલ સાથે ગુરૂવંદના થયેલ.
શ્રી નમિસૂરીસમૂદાયના પૂ.આ.શ્રી કુલચંદ્રસૂરી મ.સા. તથા
પૂ.જ્યોતિષાચાર્ય આ.શ્રી હેમચંદ્રસૂરી મ.સા.,
પ્રવચન પ્રભાવક પ.પૂ.આ.કલ્પેન્દ્રસૂરી મ.સા.આદિની પાવનનિશ્રામાં મુમુક્ષુ એ મુહુર્ત પ્રદાન માટે વિનંતી કરેલ.
પૂજ્ય ગુરૂભગવંતોએ સંયમને આજના સમયની અનિવાર્યતા જણાવેલ.
પૂજ્ય મૂનિરાજશ્રી કલ્પબોધી વિ.મ.સા.એ દિલીપભાઈ-રક્ષાબેને મળેલા માનવ જીવનને સાર્થક કરવા પકડેલ સંયમની વાટને સૌને અનુસરવા જણાવેલ.
પૂ.આ. કલ્પેન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ જણાવેલ કે ભક્તિસૂરી સમુદાયને બંન્ને વ્યક્તિએ પસંદ કરી માર્ગ અપનાવેલ છે. અને દાદા ગુરૂઓએ સમાજ ઉપર કરેલ ઉપકારોને ઉજાગર કરેલ.
આ પ્રસંગે રૂા.પ૦/- નું સંઘપૂજન પરિવાર દ્વારા થયેલ. પધારેલા સૌને પરિવારના વડીલ દિનેશભાઈ, અશ્વિનભાઈ શાહ આદિએ આવકારેલ.
બાદમાં સૌએ પરિવાર દ્વારા યોજાયેલ સાધર્મિક ભક્તિનો લાભ લીધેલ.
બંન્ને મુમુક્ષુઓનુ શ્રી લબ્ધિધામતીર્થ ધાકડી તેમજ ૧૦૮ પાર્શ્વભક્તિ વિહાર ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા બહુમાન કરવામાં આવેલ.
કલ્યાણમિત્રોની શુભભાવના
અમો સૌ કલ્યાણમિત્રો ગૃપમાં છીએ દિલીપભાઈ અમારા ગૃપમાં છે.જેમની પાસેથી સમતા, ભાવુકતા વિશે અપાર શીખવા મળ્યું છે.
તેમાંય દિલીપભાઈની કોઈને દુઃખી ન કરવા બાબત ની વિચારસરણી અનુમોદનીય છે.
તેઓ આજે આ સ્ટેજે પહોંચ્યા છે. અમો સાથે હોવા છતાં આ મંજીલ સુધી પહોંચી શક્યા નથી.
તેઓએ ઓછા સમયમાં ગુરૂ પસંદ કરી તેમને માત્ર ને માત્ર ગુરૂ સમર્પણ ભાવ પ્રગટ કર્યો છે.
Jain Samaj DIxa Murhut Vadhamna, Dhakdi Jain Tirth, 108 Parshwnath Shankheshwar Maha Tirth, Maharaj Saheb, Dilipbhai – Raxaben Velani
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268