ખજોદના ડ્રિમસિટીમાં ડાયમંડ બુર્સમાં 7 કરોડના ખર્ચે 13 એકરમાં 56 હજાર છોડનું પ્લાન્ટેશન કરાશે. ડાયમંડ બુર્સના દરેક માળ પર હવા શુદ્ધ રાખવા દરેક માળે વર્ટીકલ ગાર્ડન તૈયાર કરાયું છે. જેમાં અલગ અલગ રાજ્યોમાંથી લાવવામાં આવેલા ઈન્ડરો પ્લાન્ટ મુકવામાં આવશે. ડાયમંડ બુર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. જેમાં 300, 500 અને 1000 ફૂટની 4200 ઓફિસો છે.નરેન્દ્ર મોદી ઉદ્ધઘાટન માટે સમય આપે તેની હવે રાઈ જોવાઈ રહી છે.ડાયમંડ બુર્સ બિલ્ડિંગમાં એક સાથે દોઢ લાખ લોકો કામ કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. આટલી મોટી સંખ્યામાં લોકો કામ કરતાં હોય ત્યારે તેમને શુદ્ધ હવા મળી રહે તે માટે દરેક માળ પર સ્પાઈનમાં વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેમાં ઈન્ડોર પ્લાન્ટ મુકવામાં આવશે જે હવાને શુદ્ધ કરવાનું કામ કરશે.ડાયમંડ બુર્સમાં દરેક બે બિલ્ડિંગોની વચ્ચે ગાર્ડન બનાવાયા છે. ગાર્ડનમાં પંચતત્વ થીમ પર સ્કલ્પચર મૂકાયા છે. સાથે સાથે ગાર્ડનમાં વિવિધતા લાવવા માટે દેશના અલગ રાજ્યોમાંથી છોડ મંગાવાવમાં આવ્યા છે. જેમાં ચેન્નાઈ, આંધ્રપ્રદેશ, કલકત્તા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને નવસારીથી છોડ મંગાવાવમાં આવ્યા છે.સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુર સવાણી કહે છે કે, ‘સુરત ડાયમંડ બુર્સ સંપૂર્ણપણે ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટથી બનાવવામાં આવ્યું છે. એટલા માટે અમે ગણેશ સ્થાપના અને મહાઆરતીનું વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું