દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે રણુજા ખંઢેર વાળી વિસ્તારમાં એલસીબી એ દરોડો પાડી એક ના રહેણાંક મકાનમાંથી 42 બોટલ દારૂ કબજે કર્યો છે. દારૂનો આ જથ્થો જામનગર રહેતા આરોપીએ સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે લાલપરડાના શખ્સની ધરપકડ કરી જામનગર રહેતા શખ્સ ના સગડ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. દેવભૂમિ દ્વારકા પોલીસે દેશી વિદેશી દારૂની બધી ને રોકવા માટે કેટલાય સમયથી ઝુંબેશ હાથ ધરી છે આ ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે એલસીબી પોલીસે ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે દરોડો પાડ્યો હતો. ખંભાળિયા તાલુકાના લાલપુરડા ગામે રહેતા નારણભાઈ ઉર્ફે નાયો ધનાભાઈ ગમારા નામનો શખ્સ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની હકીકતના આધારે એલસીબી પોલીસે આ દિશામાં કાર્યવાહી કરો હતી. ગઈકાલે સાંજે ચારેક વાગ્યાના સુમારે એલસીબી પોલીસે પડેલા આદરોડા દરમિયાન આરોપી નારણના રહેણાંક મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 16,800 ની કિંમત નો કુલ 42 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે આ શખ્સની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં આ જથ્થો જામનગરમાં રહેતા ભરત ગોજીયા નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવી હતી. જેને લઇને એલસીબી એ આ શખ્સને ફરાર જાહેર કરી, બંને સામે પ્રોહીબિશન ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી. આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે પકડાયેલા શખ્સને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Trending
- હરિયાણામાં ધુમ્મસ વચ્ચે મોટો અકસ્માત,હાઇવે પર 10 વાહનો અથડાયા
- શ્રદ્ધા મિશ્રાએ સા રે ગા મા પા ની ટ્રોફી જીતી, સ્વપ્ન થયું સાકાર
- ટીમ ઈન્ડિયા 14 મહિનામાં બદલાઈ , 2023 વર્લ્ડ કપ રમનારા 6 દિગ્ગજ ખેલાડીઓ બહાર
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો