ઓક્સિજન સાથે જોડાયેલ વસ્તુઓ અને સાધનસામગ્રી પર આગામી 3 મહિના કસ્ટમ ડ્યૂટી નહીં, રસી ઇમ્પોર્ટ પર પણ છૂટ
શ્રી નરેન્દ્ર મોદીજી એ શનિવારે ભારત ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવા બેઠક કરી હતી.
તેમણે તે બાબત પર કહ્યું કે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો પુરવઠો વધારવાની સાથે સાથે, ઘર અને હોસ્પિટલોમાં દર્દીઓની સંભાળ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરવાની તાત્કાલિક જરૂરિયાત છે.
વડાપ્રધાને ઓક્સિજન અને તબીબી સપ્લાયની ઉપલબ્ધતા માટે તમામ મંત્રાલયો અને વિભાગો સાથે સંકલન સાથે કામ કરવા પર ભાર મૂક્યો હતો. તેનું પરિણામ આવ્યું છે કે 3 મહિના સુધી ઓક્સિજન સાથે જોડાયેલ વસ્તુ ઓ આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટી અને હેલ્થ સેસ નહીં લગાવવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસૂલ વિભાગને આ પ્રકારની વસ્તુઓ આયાત પર પહેલી તકે કસ્ટમ ક્લીયરન્સ આપવાની સૂચના આપી હતી. સાથે એ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે કોવિડ ની રસીના આયાત પર બેઝિક કસ્ટમ ડ્યુટીને 3 મહિના માટે સમાપ્ત કરી દેવામાં આવે.
ગુરુવારે પણ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક મળી હતી
આ પહેલા ગુરુવારે પી એમ નરેન્દ્ર મોદીએ ઓક્સિજનના સપ્લાય અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે રાજ્યોને કરવામાં આવી રહેલ ઓક્સિજન સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવવો જોઈએ.
ગૃહ મંત્રાલયનો રાજ્યોને નિર્દેશ- કોઈપણ અવરોધ વિના ઓક્સિજનના વાહનોની અવર-જવર
એક જિલ્લામાંથી બીજા જિલ્લા કે વિસ્તારમાં ઓક્સિજન પરિવહન કરતા વાહનોને અટકાવવામાં આવશે નહીં.
એક રાજ્યથી બીજા રાજ્યમાં ઓક્સિજન વહન કરતા વાહનો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
કોરોના સંક્રમણની ચેઇન તોડવાના સ્વૈચ્છીક જનતા કરફ્યુંને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક આવકાર.
ઓક્સિજન ઉત્પાદકોને એવું કહી શકાશે નહીં કોઈ એક રાજ્ય અથવા શહેરની હોસ્પિટલોમાં જ પુરવઠો મોકલવામાં આવે.
શહેરોમાં પણ ઓક્સિજનના વાહનોની અવરજવર પર કોઈ સમયનો પ્રતિબંધ રહેશે નહીં.