જિ. પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આજે તા. ૧૩ ના રોજ પાંચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાશે
આયુષ મંત્રાલય ભારત સરકાર તથા આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન અનુસાર આજે તા. ૧૩ નવેમ્બર-૨૦૨૦ના રોજ પાંચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવણી “AYURVEDA FOR COVID-19 PANDEMNIC” ની થીમ પર કરવામાં આવનાર છે.
જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, છાપી, હડાદ, ચિત્રાસણી, રાણપુર અને ગઢ ખાતે નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકની આયુર્વેદ શાખા દ્વારા કોરોનાના સમયમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની રક્ષણાત્મક/ઉપચારાત્મક કામગીરી કરવામાં આવે છે.
જેમાં માર્ચ-૨૦૨૦ થી ઓક્ટોમ્બર-૨૦૨૦ના સમયગાળા દરમ્યાન આયુર્વેદિક ઉકાળાનો લાભ ૯,૭૧,૮૧૮ લોકોએ લીધો છે.
સંશમની વટી લાભ- ૩૭,૭૨૫, હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ- ૬૬,૮૩,૩૦૩, કોરાના હોસ્પિટલાઈઝ (એસેપ્ટોમેટીક/માઈલ્ડ સેપ્ટોમેટીક) દર્દીને લાભ– ૧૮૭ આયુર્વેદિક દવાઓ અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.
તેમ બનાસકાંઠા જિલ્લાના આયુર્વેદ અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
AAYUSH