કોરોનાની બીજી લહેર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફેલાઇ રહી છે.
ગુજરાતમાં વધુ ને વધુ લોકો વેક્સિન લગાવડાવે તેના મટે એક યોજના લઇને આવ્યા છે.
વેક્સિન લગાવવા પર મળશે સોનુ
ગુજરાતના આ શહેરમાં અનોખુ અભિયાન
દરેક મહિલાને મળશે રસી લેવા પર સોનુ
કોરોના વેક્સિન જાહેર જનતા લે તેના માટે નવી નવી ગિફ્ટ અને યોજના આપવામાં આવી રહી છે.
આ પ્રયાસથી તેમને આશા છે કે લોકો વેક્સિન લગાવવા આવશે.
ગુજરાતના રાજકોટના લોકોએ વેક્સિન લગાવવા માટેની એક શાનદાર રીત અપનાવી છે.
સોની સમુદાયના લોકોએ લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા માટે નવીન રસ્તો શોધી કાઢ્યો છે.
રસી લેનાર મહિલાઓને સોનાની ચૂની અને પુરુષોને હેન્ડ બ્લેંડર આપવામાં આવશે.
રાજકોટના સોની સમાજના સહયોગથી રાજકોટ નગર નિગમ દ્વારા કિશોર સિંહજી પ્રાથમિક વિદ્યાલય, કોઠારિયા નાકા, સોની બજારમાં શુક્રવાર અને શનીવારે નિઃશુલ્ક કોરોના રસીકરણ શિબીરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ શિબીરમાં શુક્રવારે 751 અને શનીવારે 580 લોકોને રસી આપવામાં આવી.
મહત્વનું છે કે આ પ્રકારની પહેલ મહેસાણામાં પણ કરવામાં આવી હતી.
અહી પણ કોરોના રસી લેવાવાળા લોકોને આકર્ષક ઉપહાર આપવામાં આવી રહ્યાં છે.
મહેસાણાના એક કાર વર્કશોપમાં કોરોના વેક્સિનનુ સર્ટીફીકેટ લઇને આવનાર વ્યક્તિને કારની જનરલ સર્વિસમાં લેબર ચાર્જ નહી લેવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી.
સાથે જ કાર એસેસઝીર ઉપર 10 ટકાની છૂટ પણ આપવામાં આવી હતી. આ પ્રકારના અભિયાનો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.