રાજ્ય માં કોરોના અટકવા નું નામ જ નથી લઈ રહ્યો. કોરોના ની બીજી લહેર અત્યંત ઘાતક સાબિત થઈ રહી છે. હવે કોરોના નવજાત બાળકો ને પણ સંક્રમિત કરી રહ્યો છે. રાજકોટ માં 2 થી 7 દિવસ ની અંદર 20 નવજાત શિશુઓ સંક્રમિત થયા છે. જેમાં થી 16 સરકારી અને 4 ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે. હાલ રાજ્ય માં 17,348 એક્ટિવ કેસ છે. જે અત્યંત ચિંતા જનક બાબત છે. ચુંટણી બાદ કોરોના ભાજપ ની સાથો સાથ કોરોના નું પણ ગઢ બન્યું છે. એકલા રાજકોટ માં આજે 321 કેસો અને 19 મૃત્યુ નોંધાયા છે. મૃત્યુ દર સતત ઘટતો જઈ રહ્યો છે. અને લોકો ટપોટપ મરી રહ્યા છે. રાજકોટ શહેર કોરોના થી સતત સંક્રમિત થઈ રહ્યું છે. શહેરમાં માત્ર 4 જ ઇલેક્ટ્રિક ભઠ્ઠી વાળા સ્મશાન ઉપલબ્ધ છે જેથી હવે અંતિમ ક્રિયા માટે પણ લાઈનો લાગી રહી છે. કલાક માં એક મૃત્યુ નોંધાઈ રહ્યું છે. રાજકોટ કમિશ્નર એ કંટ્રોલ રૂમ શરૂ કરી દિધો છે અને હાલ 5 બુથ પર તેમજ આરોગ્ય કેન્દ્ર માં ટેસ્ટિંગ ચાલુ છે તેમ તેઓ એ જણાવ્યું.
મનપા ના 30 થી 40 કર્મચારીઓ કોરોના ના શિકાર થયા છે. જેમાં 6 પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. કોરોના વેક્સિન ના આગમન બાદ સરકારી કર્મચારીઓ અને કોરોના વોરિયર્સ ને અગ્રસ્થાને રાખી ને 2 ડોઝ રસી ના આપવા માં આવ્યા હતા બાદ પણ સરકારી કર્મચારીઓ એક ની બાદ એક કોરોના નો ભોગ બની રહ્યા છે. કર્મચારીઓ માં બહુમાળી ભવનમાં જી.એસ.ટી.વિભાગમાં ૧૯ કર્મચારીઓ, , રાજકોટ એસટી સ્ટેન્ડના સુપરવાઈઝર સહિત ૯ કર્મચારીઓ, ઈન્ડીયન ઓવરસીઝ બેન્કના પાંચ કર્મચારીઓ, શહેર જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ૧૧ શિક્ષકો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ૧૦થી વધુ અધ્યાપકો, પી.જી.વી.સી.એલ.માં ૬થી વધુ ઈજનેરો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. અને હજી પણ રોજ કેટલાય કેસો આવી રહ્યા છે.
લોકો ટેસ્ટિંગ બુથ પર ખરા તડકા માં પણ ઊભા રહે છે.