દેશભરમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી હતી. ત્યારે તબીબો હવે કોરોનાની બીજી લહેર થમી રહી હોવાનું કોરોનાના કેસના આધારે કહી રહ્યા છે. ગઈ 12 મી એપ્રિલ પછી પહેલીવાર, ગઈકાલ રવિવાર, 27 જૂનના રોજ કોરોનાથી મૃત્યુ પામેલાનો આંકડો 1000 ની અંદર નોંધાયો છે. ગુજરાતના ચાર જિલ્લામાં કોરોનાના નવા એક પણ કેસ છેલ્લા એક સપ્તાહથી નોંધાયા નથી.કોરોના મહામારીની બીજી લહેરથી સમગ્ર દેશમાં રોજબરોજના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યા હતો. જો કે હવે તેમા રાહતના સમાચાર એ છે કે, કોરોનાને કારણે દર્દીઓ અને મૃત્યુઆંક ઝડપથી ઘટી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના દર્દીઓ અને મૃત્યુઆંક સતત નીચે આવે છે. ગઈકાલ 27મી જૂનના રોજ, સમગ્ર દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં ભારે ઘટાડો થતા, સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદ માં સમયસર વેક્સિનનો જથ્થો નહી આવે તો, 29મી જૂને રસી આપવાનું બંધ રહી શકે તેવી સ્થિતિ
ગુજરાતમાં 27 જૂનના રોજ કોરોનાના નવા 112 કેસો નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. કોરોનાના નવા કેસની સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,244 થઇ છે, ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં 1, વડોદરા જિલ્લામાં 1 અને ભાવનગર જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.ગુજરાતમાં છેલ્લા 7 થી 10 દિવસ દરમિયાન કોરોનાના એક પણ કેસ ના નોંધાયા હોય તેવા ચાર જિલ્લાઓ છે. જેમાં છોટા ઉદેપુર, ડાંગ અને બોટાદ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી તો મોરબીમાં પણ છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો નવો કેસ નોંધાયો નથી.
દેશમા માત્ર મૃત્યુદર જ ઘટ્યો છે એવુ નથી. કોરોનાના નવા કેસ પણ બહુ ઓછા સામે આવી રહ્યાં છે. દેશમાં કોરોનાના નવા કેસ પણ 50 હજારની અંદર નોંધાયા છે. કોરોનાના નવા કેસ નોંધાવવાની સાપ્તાહિક સરેરાશ જોઈએ તો, તે પણ ઘટી રહી છે. જે સારી વાત કહેવાય. દેશમાં 25 માર્ચે કોરોનાના નવા કેસની સંખ્યા 25 હજારે પહોચી હતી. ત્યાર બાદ તેમા વધારો નોંધાયો હતો. જે હવે ઉતરોત્તર ઘટી રહ્યો છે.છેલ્લા એક સપ્તાહના આંકડાની સરખામણી કરીએ તો, 38 % મૃત્યુઆંક ઓછો થયો છે. છેલ્લા એક સપ્તાહની સરેરાશ મુજબ કોરોનાનો મૃત્યુદર 1000ની અંદર રહ્યો છે. 27મી જૂનના રોજ, દેશમાં કોરોના સંક્રમણ પામેલા 689 દર્દીના મૃત્યુ નિપજ્યા હતા. જે 81 દિવસમાં સૌથી ઓછા કેસ છે. આ અગાઉ, 7 એપ્રિલે 685 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને જાણવા જેવું, ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268