જિલ્લા તાલુકા કક્ષાના કાર્યક્રમો ૫૦૦ સંખ્યામાં લોકોને આમંત્રિત કરાશે આત્મનિર્ભર ભારતના થીમ સાથે સ્વતંત્રતા દિનની ઉજવણી કરાશે
આગામી તારીખ ૧૫ ઓગસ્ટની ઉજવણી દરમિયાન કોરોના ગાઈડલાઇનનુ કડક પાલન કરવા રાજ્ય સરકાર દ્રારા સૂચના આપવામાં આવી છે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરનાર તબીબ થી માંડીને સફાઈ કામદાર સુધીના લોકો ને બોલાવવામા આવશે. કોરોનાની મહામારી ના ફેલાય તેવી તકેદારી સાથે કાર્યક્રમ યોજવામાં આવશે.
સ્વતંત્રા દિવસની ઉજવણીમા રમતવીરો પ્રતિતિ કલાકારોને આમંત્રણ આપવામાં આવશે. રાજ્યકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આમંત્રિત ની સંખ્યા ૧૦૦૦ રાખવામાં આવી છે યારે જિલ્લા તાલુકા કક્ષાએ ૫૦૦ની સંખ્યામાં આમંત્રિતો અને બોલાવવામાં આવશે.અને આત્મનિર્ભર ભારતની થીમ આધારિત પ્રચાર-પ્રસાર કરવા સુચના આપવામાં આવી છે.
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા આ અંગેની સૂચના ગઇકાલે જાહેર કરવામાં આવી છે જેમાં સ્થાનિક તંત્રને સ્વાતત્રં દિનની ઉજવણીને લઈને કેટલીક તકેદારી રાખવા આદેશ થયા છે રાયકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થવાની છે ત્યારે સ્વાતત્રં દિનની પૂર્વ સંધ્યાએ એટહોમ કાર્યક્રમ યોજાનાર છે જેમાં ૫૦૦ જેટલા જૂનાગઢ શહેર અને જિલ્લાના મહાનુભાવોને આમંત્રિત કરવાની સૂચના આપવામાં આવી છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક હજાર લોકોની મર્યાદામાં જ કાર્યક્રમ યોજવા સુચના આપવામાં આવી છે.
સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે કોરોના દરમિયાન સેવા આપનાર તકલીફ હેલ્થ વર્કર વર્કર ગંભીર પરિસ્થિતિમાં કોરોના ને મહાત આપી ગયેલા દર્દીઓ રમત ૨૦ કોઈપણ ક્ષેત્રે વિશિષ્ટ્ર પ્રદાન કરનાર મહાનુભાવ જાણીતા કલાકારો વગેરે પણ આ કાર્યક્રમમાં બોલાવવા સૂચના આપવામાં આવી છે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત ની થીમ આધારિત પ્રવૃત્તિ અને સંદેશનો પ્રચાર-પ્રસાર કરવા જણાવાયું છે.
દરેક જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમમાં જે તે વિસ્તારના મહાનુભાવ જાણીતા કલાકારો કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ્ર પ્રદાન કરનાર લોકો રમતવીરો તબીબ અને હેલ્થ વર્કરો ને કાર્યક્રમમાં આમંત્રણ આપવાની સૂચના આપવામાં આવી છે જેને લઇને તમામ જિલ્લા વહીવટી તત્રં તૈયારીમાં લાગી ગયુ છે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268