Shantishram News, Diyodar, Gujarat.
પાલનપુર કલેકટર કચેરી ખાતે અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતોના રાજ્ય મંત્રીશ્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી
ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી સાથે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ઉપસ્થિત રહી જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતુ કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ બન્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા બાદ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે,
બીજી લહેરને કંટ્રોલમાં કરવા મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. તેવી જ રીતે કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલાં જિલ્લામાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવશે.
આ અભિયાન હેઠળ દરેક ગામમાં તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આઇસોલેશન માટે કોવિડ કેર સેન્ટર ખોલવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીની સમીક્ષા બેઠકમાં બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ અને
જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ જિલ્લાની પરિસ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું કે, કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લામાં કોરોના માટેના અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ટેસ્ટીંગ- ટ્રેકીંગ- ટ્રીટમેન્ટ પર ભાર મુકી ટેસ્ટીંગ કેપેસીટી વધારી હાલમાં દૈનિક ૩૦૦૦ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવે છે.
આર.ટી.પી.સી.આર. ટેસ્ટીંગ માટે બનાસ મેડીકલ કોલેજ-મોરીયા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે લેબ કાર્યરત છે અને એન્ટીજન કીટનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ માટે ૭૫૦ જેટલી ટીમો કામ કરી રહી છે. શહેરી વિસ્તારોમાં ૧૫ ધન્વંતરી આરોગ્ય રથ લોકોના ઘરે જઇ સારવાર પુરી પાડે છે.
આ બેઠકમાં રાજ્ય સભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયા,
ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, અગ્રણીશ્રી સુરેશભાઇ શાહ અને
શ્રી યશવંતભાઇ બચાણી, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ,
મંત્રીશ્રીના અંગત સચિવશ્રી ડી. એલ. પરમાર,
નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ સહિત
આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Gajendra Sinh Parmar, Kirtiisinh Vaghela, Anand Patel, Swapnil Khare, Dineshbhai Anavadiya, Shashikant Pandya, Tarun Duggal, Police Banasknatha, Sureshbhai D Shah, DL Parmar, AT Patel, Banas Medical Collage, Dantivada, Covid 3rd Wave, Medical Team
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268