કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફીલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર દ્વારા વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો:
Shantishram News, Diyodar, Gujarat.
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉત્તર ગુજરાત ઝોન કાર્યાલય, ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી કોવિડ-૧૯ જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરાવાડા ગામે વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોવિડ-૧૯ રસીકરણ અભિયાન તેમજ કોવિડ-૧૯ જાગૃતતા અભિયાન અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા અધિક આરોગ્ય અધિકારીશ્રી ડો.કિશોરસિંહ ચારણ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.સતીશ વ્યાસ, વિરાવાડા પીએચસીના મેડીકલ ઓફિસરશ્રી ડૉ.કૃપા મોદી તેમજ વીરાવાડા ગામના સરપંચ શ્રીમતી કૈલાસ બેન પરમાર ની ઉપસ્થિતિ રહ્યા હતાં.
ફિલ્ડ આઉટરીચ બ્યુરો પાલનપુરના અધિકારીશ્રી જે. ડી ચૌધરીએ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, આ વિશેષ જનસંપર્ક કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકો કોરોના વાયરસના સંક્રમણને ફેલાવતું અટકાવવા જાગૃત બને તેમજ સર્તકતા અને જાગૃતતા દાખવે અને સુરક્ષીત રહે તે છે.
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને કોવિડ-૧૯ વિશે જાણકારી સાથે તેનાથી બચવાના ઉપાયોની માહિતી મળે તેમજ કોવિડ-૧૯ રસી વિશેની ગેરસમજ કે ગેરમાન્યતાઓ દૂર થાય અને લોકો રસી લઇ કોરોના સામે રક્ષણ મેળવે તે માટે આ જાગૃતતા અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમો હાથ ધરાઇ રહ્યાં છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રસીએ કોરોના સામે રક્ષણ મેળવવા માટેનો સુરક્ષા કવચ છે તો આપણા સૌની સતર્કતા અને જાગૃતતા એ કોરોના સંક્રમણને અટકાવવાનો કારગર ઉપાય છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કિશોરસિંહ ચારણે કોવિડ-૧૯ મહામારી સામે લડવા અને આવનાર સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા સરકારના આરોગ્ય વિભાગની તૈયારીઓની માહિતી આપવાની સાથોસાથે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ અને આરોગ્યકર્મીઓ તો કોરોનાને હરાવવા સજ્જ છે, પરંતુ કોરોના સામેની લડાઇને જીતવા દેશના તમામ લોકોનો સહયોગ પણ એટલોજ આવશ્યક છે. તેમણે જણાવ્યું કે, કોરોના સામે રસી છે સુરક્ષા કવચ, સતર્કતા અટકાવશે સંક્રમણ. વધુમાં કહ્યું કે, આપણે સૌ અફવાઓથી દૂર રહીયે, ખોટી માહિતીનો ફેલાવો ન કરીએ, કોવિડ અનુરૂપ વ્યવહારોનું ચૂસ્તપણે પાલન કરીએ અને રસી અવશ્ય મુકાવીએ. જો આમ કરીશું તો કોરોના સામેની લડાઇ ચોક્કસ જીતી શકીશું. સાથે જ વિરાવાડાગામ માસપુર્ણ રસીકરણનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. આરોગ્ય અધિકારીશ્રી ડો.સતીશ વ્યાસે જણાવ્યું કે, કોરોના સંક્રમણની ગંભીરતા સમજાવી જોઈએ અને તેનાથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધુ થવાની સંભાવવા વ્યક્ત થઇ રહી છે ત્યારે બાળકોનાં ઉછેરમાં વિશેષ કાળજી રાખી બાળકોની સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવાની જરૂર છે. ખાસ કોરોનાની આદર્શ ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી છે. સાથે જ આ કાર્યક્રમમા મળેલ સંદેશા તેમજ જાણકારી પ્રત્યેક ગ્રામવાસી સુધી પહોંચે એ આપની પ્રાથમિક ફરજ છે. મેડિકલ ઓફિસર ડો. કૃપામોદીએ જણાવ્યું હતું. કે સૌ ગ્રામલોકોના સહકાર થી આપણે સૌ ટકા રસીકરણ થોડા જ સમયમા પૂર્ણ કરીશું.
વધુ વાંચો: ૩૫ ગુજરાત એન.સી.સી બટાલિયન પાલનપુરના કેડેટ્સ દ્વારા આપણા દેશના વીર સપૂત સૈનિકોને આભાર સંદેશ
સરકારની કોવિડ માર્ગદર્શીકાના પાલન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતાં. સાથે આ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવાનો સંકલ્પ પણ કરાયો હતો. કાર્યક્રમમાં ગ્રામપંચાયતના સભ્યો, આરોગ્ય તેમજ આંગણવાડી વર્કર બહેનો, આરોગ્ય કર્મચારીઓ સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનાથી કાર્યક્રમનો હેતું સાર્થક થયો હતો.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268