Shantishram News, Diyodar, Gujarat.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકાસ દિવસ નિમિત્તે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરને રૂ. ૨૫૦ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ ૩.૭ કિ.મી.ના રાજ્યમાં સૌથી લાંબા એલિવેટેડ બ્રિજની ભેટ મળી છે. દિલ્હીથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે આ ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ E- inauguration Over Bridge કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર Gandhinagar થી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તથા Delhi દિલ્હીથી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી Nitinbhai Gadakari જોડાયા હતાં.
બનાસકાંઠા જિલ્લાની પ્રજાની સુખાકારી માટે વિકાસનો જોડતો આ ઓવરબ્રિજ તૈયાર થવાથી કચ્છથી રાજસ્થાન સુધી તથા કંડલાપોર્ટ, મુંદ્રાપોર્ટ તેમજ દેશની સુરક્ષા માટે સરહદનો જોડતો ભારત દેશનો પ્રથમ ૧૦૫ સીંગલ પિલ્લર ધરાવતો એલીવેટેડ બ્રિજ આ વિસ્તારની પરિવહન સુવિધામાં વધારો કરશે.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલે Parbatbhai Patel જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે તા. ૧ લી થી ૯ મી ઓગષ્ટ સુધી રાજ્યમાં અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત થઇ રહ્યાં છે.
આજે વિકાસ દિવસ નિમિત્તે ડીસાના મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. ૨૭ ઉપર રૂ. ૨૫૦ કરોડની માતબર રકમથી તૈયાર કરાયેલ રાજ્યના સૌથી લાંબા એલીવેટેડ ઓવરબ્રિજનું India Minister Of Home Affairs Amit Shah ના વરદહસ્તે તેમજ Gujarart State ના Chief Minister શ્રી Vijaybhai Rupani અને Deputy Chief Mininster Nitinbhai Patel ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, Deesa શહેરને આ ઓવરબ્રિજ મળતાં ટ્રાફિક સમસ્યાનો કાયમી અંત આવશે તેમજ વાવ- થરાદ, ધાનેરા અને રાજસ્થાન (Rajasthan) જતાં લોકોને પણ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ Prime minister Of India Narendra Modi શરૂ કરેલ વિકાસયાત્રાને આપણી રાજ્ય સરકાર ખુબ તેજ ગતિથી આગળ વધારી રહી છે. રાજ્યના શહેરો અને village જોડતા સુંદર રસ્તાઓ, ગામડાઓમાં ૨૪ કલાક24 Hour electricity વીજળી, કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડુતોના ખાતામાં દર વર્ષે રૂ. ૬૦૦૦ ની સહાય વગેરેના લીધે લોકોની સુખાકારીમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના સહયોગથી રાજય સરકારે ગુજરાતને રેલ્વે Railway ફાટક મુક્ત બનવવાની દિશામાં અભિયાન આદર્યુ છે જેનાથી સમય અને નાણાંની બચત થશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી Dineshbhai Anavadiya દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં વિકાસના કામો ખુબ તેજ ગતિથી થઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સૌથી મોટા ડીસા ઓવરબ્રિજનું કામ ખુબ ઝડપથી અને કોરોનાકાળમાં પણ સમયમર્યાદામાં પૂર્ણ થયું છે. જેનાથી માત્ર ડીસા શહેર જ નહીં, સમગ્ર બનાસકાંઠા જિલ્લો અને રાજસ્થાન જતા લોકોને પણ સારી સુવિધા મળશે.
ડીસાના ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યાએ (shashikantbhai Pandya) પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે, આજે ડીસા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે, ડીસા શહેરમાં દેશના સૌથી મોટા એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સમગ્ર હિન્દુસ્તાનમાં ૧૦૫ પિલ્લર ધરાવતો આ સૌથી મોટો બ્રિજ છે. આ ફલાય ઓવર બ્રિજ બનવાથી ડીસા શહેરને ટ્રાફીકની સમસ્યાથી છુટકારો મળશે અને અવાર-નવાર થતાં અકસ્માતો નિવારી માનવ જિંદગી બચાવી શકાશે. તેમણે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સહિત સરકાર અને નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ Haribhai CHaudhari પ્રાસંગીક પ્રવચનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સિધ્ધિઓ વર્ણવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલા Kirtisinh vaghela , ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી રાજુભાઇ ઠક્કર Rajubhai Thakkar , પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઇ પટેલ, અકસ્માત નિવારણ સમિતના અધ્યક્ષશ્રી ર્ડા. સી.કે.પટેલ, અગ્રણીઓ સર્વશ્રી પ્રતિકભાઇ પઢીયાર, ર્ડા. રીટાબેન પટેલ, શ્રી કૈલાશભાઇ ગેલોત, શ્રી કનુભાઇ આચાર્ય, પ્રાંત અધિકારીશ્રી બાબી, નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ચૌહાણ, શ્રી પવન ગુર્વે સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને નગરજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268