Shantishram News, Diyodar, Gujarat.
કાંકરેજ તાલુકા કેળવણી મંડળ,થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ,શ્રીમતિ કાન્તાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતિ લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ,થરામાં
તારીખ:૦૯,૧૦ માર્ચ ૨૦૨૨ ના રોજ NAAC PEER TEAM દ્વારા મુલાકાત કરવામાં આવી.
જેમાં ચેરપર્સનશ્રી ડૉ.રાધેશ્યામ શર્મા (પૂર્વ કુલપતિશ્રી, ચૌધરી દેવીલાલ યુનિર્વસીટી સીરસા, હરિયાણા),
મેમ્બર કો-ઓર્ડીનેટરશ્રી, ડૉ.શ્રીવર્ધન પાઠક (પ્રોફે.દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિર્વસીટી ઉત્તરપ્રદેશ) અને
મેમ્બરશ્રી,ડૉ.નીતિન ગોરપડે (પ્રિન્સીપાલ બાબુરાઓ ગોલાપ કોલેજ – સાંગવી, પૂના) દ્વારા સંસ્થાનું સર્વાંગિણ મૂલ્યાંકન કરવામાં આવ્યું.
મૂલ્યાંકનના પરિણામ સ્વરૂપ સંસ્થાને B++ GRADE સાથે 2.81 CGPA પ્રાપ્ત થયો.
NAAC PEER TEAM દ્વારા મૂલ્યાંકનના પ્રથમ પ્રયાસે જ સારો ગ્રેડ પ્રાપ્ત થતાં સમગ્ર કાંકરેજ પ્રદેશ તેમજ કેળવણી મંડળના પ્રમુખશ્રી, ધીરજકુમાર કીર્તિલાલ શાહ અને ટ્રસ્ટીગણ,
કોલેજના આચાર્યશ્રી ડૉ.દિનેશકુમાર એસ.ચારણ,
અધ્યાપકગણ,બિન-શૈક્ષણિક કર્મચારીગણ તેમજ સમગ્ર વિદ્યાર્થીગણ હર્ષસભર ગૌરવ અનુભવેલ.
સૌ શિક્ષણ પ્રેમીઓ એ અભિનંદન પાઠવેલ.
મુલ્યાંકન સમયે શાળાના પૂર્વ વિધ્યાર્થી તરીકે રાજ્ય શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268