દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક આજ રોજ કલેકટર એમ.એ. પંડયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખંભાળીયાના સભાખંડમાં મળી હતી. બેઠકમાં ધારાસભ્ય તથા જિલ્લાા પંચાયત પ્રમુખ દ્વારા રજુ થયેલ પ્રશ્નોનો ત્વરિત સંતોષકારક નિકાલ કરવા લગત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. ત્યાર બાદ સંકલન સહ ફરિયાદ સમિતિના મુદા જેવા કે લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલલ નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલ અરજીઓ પેન્શન કેશ અવેઇટ કેઇસ, સરકારી લ્હેણાની વસુલાતલ વગેરેના પ્રશ્નોની નિવાસી અધિક કલેકટર કે.એમ.જાની દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું તેમજ ચર્ચા વિચારણા કરી બાકી રહેતા પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા જણાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા કલેકટર એમ.એ. પંડયાએ આજ રોજ કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના નવનિર્મીત બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. કલેકટરએ બીલ્ડીંગના બાંધકામની, વિદ્યાર્થીઓની હોસ્ટેલ, મેશ સહિતની સુવિધાઓ નીહાળી હતી. આ વિદ્યાલયમાં પીવાના પાણી, વિજળી તથા બાંધકામની પ્રગતિની ગામના આગેવાનો, શાળાના આચાર્ય તથા જિલ્લાના અન્ય સબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. આ વિદ્યાલય નવા સત્રથી એટલે કે તા.૨૦/૦૭/૨૦૨૨થી નવા મકાનમાં કાર્યરત થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જેની સૌ જિલ્લાના નાગરિકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓને જાણ થાય. તેમ નિવાસી અધિક કલેકટર દેવભૂમિ દ્વારકાએ જણાવાયું હતું.
Trending
- યશસ્વીએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, દુનિયાના માત્ર 2 બેટ્સમેનોએ જ કર્યું આવું કારનામું
- ઇઝરાયેલના હવાઈ હુમલાથી વ્યથિત લેબનોન, રાજધાની બેરૂત પર IDF દ્વારા ખતરનાક હુમલો
- મહારાષ્ટ્રમાં કારમી હાર વચ્ચે કોંગ્રેસને દક્ષિણમાં જીવાદોરી મળી, માર્યો જીતનો પંજો
- ઓનલાઈન ગેમીંગમાં ભારે નુકસાનથી કંટાળીને 20 વર્ષના છોકરાએ કરી આત્મહત્યા
- સેબીની કડકાઈ વચ્ચે આ SME IPOને મળી મંજૂરી, કંપની 10 વર્ષ જૂની
- ડાયાબિટીસના દર્દીઓએ સવારે આ ફળ અવશ્ય ખાવું જોઈએ, તેઓને મળશે અદ્ભુત ફાયદા
- શું કુંડળીમાં સૂર્ય અને શનિનો સંયોગની પીડા છે? તો એકવાર આ ઉપાય અજમાવી જુઓ
- આજનું પંચાંગ 24 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય