દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે આજે રવિવારે કોવીડ મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો છે. કોવીડ મેગા વેક્સિનેશન કેમ્પમાં આજે મોટી સંખ્યામાં નાગરિકોએ વેક્સિન લીધી છે. જિલ્લાના 166 જેટલા કોવીડ વેક્સિન સેન્ટર ઉપર આ મેગા કેમ્પ યોજાઇ રહ્યો છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ આ મેગા વેક્સિન કેમ્પમાં સૌ વેક્સિન માટે લાયક નાગરિકોને સત્વરે વેક્સિન લઇ લેવા અપીલ કરી છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજના મેગા કેમ્પ અંતર્ગત ઝાયડસ ખાતેના વેક્સિન સેન્ટર ઉપર પ્રિકોશન ડોઝ લીધો હતો. તેમણે જણાવ્યું કે, કોરોના સામે વેક્સિન એ સર્વોત્તમ ઉપાય છે. તમામ 12 વર્ષથી ઉપરના નાગરિકો જેમણે વેક્સિનના પ્રથમ, બીજો કે 60થી વધુ વયજુથના પ્રિકોશન ડોઝ બાકી હોય તેઓ સત્વરે વેક્સિન લઇ લે અને કોરોના સામે સુરક્ષિત થઇ જાય.જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ આજના કોવીડ મેગા વેક્સિનેશન કેમ્પ અંતર્ગત જનઅપીલ કરતા જણાવ્યું કે, હજુ કોરોના ગયો નથી. આપણે સત્વરે કોરોના સામે વેક્સિન લઇને સુરક્ષિત થઇ જવું જોઇએ. જિલ્લાના 12 થી 14 વર્ષના બાળકો માટે પ્રથમ-બીજો ડોઝ, 15 થી 17 વર્ષના બાળકો માટે બીજો ડોઝ, તેમજ હેલ્થ કેર વર્કસ, ફ્રન્ટલાઇન વર્કસ તેમજ 60 વર્ષથી વધુ વયજુથમાં આવતા વ્યક્તિઓ માટે પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરૂ છું. આ કોવિડ મેગા વેક્સિનેશન કેમ્પમાં કલેક્ટર ડો. ગોસાવી ઝાયડસ ખાતેના વેક્સિનેશન કેમ્પ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રિકોશન ડોઝ લીધો હતો. તેમજ તેઓએ નાગરિકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી દાહોદના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ર સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો