કપચી નહીં પણ બનાવવામાં આવ્યો સ્ટીલનો રોડ જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે.સુરતમાં આવેલા હજીરા ખાતે 1.2 કિલોમીટર લાંબો સ્ટીલનો રોડ બનાવવામાં આવ્યો છે.જાણવામાં આવ્યું છે કે આ રોડનો ખર્ચ કપચીની કિંમત કરતાં પણ અડધી કિંમતે પડે છે. હા,તમે વિચાર કરતા હશો કે આ રસ્તો મજબૂતાઈ માં તો બરોબર હશે કે નહીં? આપને જણાવી દઇએ કે હા, રસ્તો ખૂબ જ મજબૂતી ભરેલ છે.ભવિષ્યમાં તેમાં ખાળા પડવાની સંભાવના ખુબજ નહીવત છે.ઉપરાંત રોડનું આયુષ્ય વધારે જણાઈ રહ્યું છે. આ એક રિસર્ચ માટે બનાવવામાં આવેલો પ્રોજેક્ટ છે.જેને સ્ટીલ મંત્રાલય અને નીતિ અયોગના નિર્દેશ પ્રમાણે CSIR એ સ્પોન્સર કર્યા છે.આ પ્રોજેક્ટ ભારત સરકારના સ્વચ્છ અભિયાન હેઠળ છે.જેને વેસ્ટ ટુ હેલ્થ પણ કહી શકાય ખામીઓ કરતા ખૂબીઓ વધારે ધ્યાનમાં રાખીને ભારત સરકાર આ પ્રોજેક્ટ ની આગળ વધારશે. મહત્વનું કારણ કે ભારત સરકાર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આ રસ્તો તૈયાર કરાયો છે. હજીરાના AMNS પ્લાન દ્વારા ફરનેસ સ્ટીલ તૈયાર કરાવી કપચીની જગ્યાએ વાપરવામાં આવ્યું એ ઘણું ફાયદેમંદ સાબિત થશે.
Trending
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ