હાલ સંપૂર્ણ ગુજરાત કોરોના મહામારી ના કારણે ફફડી રહ્યું છે.
ગુજરાતના મોટા મોટા જિલ્લા જેમકે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા વગેરેમાં કોરોનાના લીધે સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે.
મોટા મોટા હોસ્પિટલમાં પણ અત્યારે બેડ ઓછા પડી રહ્યા છે. સ્મશાનગૃહમાં લાંબી લાંબી લાઈનો લગાવી પડે છે.
આવી હાલતમાં અમદાવાદની હોસ્પિટલમાં પણ બેડ ખુટી જવાના લીધે તંત્ર સામે એક મોટો પ્રશ્ન છે કે દર્દીઓને ક્યાં દાખલ કરવા.
આ પ્રશ્નનો નિવારણ કરવા તંત્ર દ્વારા કોમ્યુનિટી હોલમાં હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.
અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડ વાળી કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.
જેમાં 150 ICU બેડ હશે, અને 150 વેન્ટિલેટર્સ સુવિધા હશે. જ્યારે 900 બેડમાંના દરેક બેડમાં ઓક્સિજન ની સુવિધા હશે. તે સિવાય હોસ્પિટલમાં એક્સ રે મશીનની પણ સુવિધા હશે.
આ હોસ્પિટલમાં ઈન્સેન્ટિવ અને ક્રિટિકલ કંપની ની સુવિધા હશે. તે ઉપરાંત દર્દી અને મેડિકલ સ્ટાફ માટે ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલ આવતા બે અઠવાડિયા સુધીમાં ખુલી જશે.
આ હોસ્પિટલના સંચાલનની જવાબદારી ટેકનિકલ શિક્ષણ વિભાગના સચિવ અંજુ શર્માને સોંપવામાં આવી છે.
આંકડાઓ સામે જોઈએ તો ૧૪ એપ્રિલના રોજ ગુજરાતમાં 7400 જેટલા કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. જયારે 70 થી વધુ લોકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેના લીધે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 5000 ને પાર પહોંચ્યો છે.