ભાવનગરથી સાયકલ યાત્રાએ નિકળેલા લાયન્સ ક્લબના બે યુવાનો પોરબંદર ખાતે આવતા તેમનું પોરબંદર લાયન્સ ક્લબ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બે યુવાનો દ્વારા કચ્છથી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.સારા સ્વાસ્થ્ય માટે સાયકલીંગને પ્રોત્સાહન આપવા, દરિયા કિનારાના પર્યટન સ્થળો પર ડિસ્પોઝલ પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા જનજાગૃતિનો કાર્યક્રમ તેમજ આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પુરો પાડવા માટે ભંડોળ, સેવાનિધિ સામગ્રી એકત્રીત કરવાના આશયથી ભાવનગરના લાયન્સ ક્લબના યુવાન મિલનભાઇ રાવલ અને શૈલેન્દ્રભાઇ ગોહિલે તા.૧૪ મેથી કચ્છના કોટેશ્વરથી આ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ બન્ને યુવાનો સાયકલ લઇ અને પોરબંદર ખાતે પહોંચતા પોરબંદર લાયન્સ ક્લબના હિરલબા જાડેજા, પ્રમુખ પંકજભાઇ ચંદારાણા, સેક્રેટરી કેતનભાઇ હડોચા, આશીષભાઇ પંડ્યા, નિધિબેન શાહ, ગોપાલભાઇ કોઠારી સહિતના હોદ્દેદારોએ પુષ્પગુચ્છ આપી અને સન્માન કર્યું હતું. આ યુવાનો ગુજરાતના ૧૬૦૦ કીમી લાંબા દરિયા કિનારાનો પ્રવાસ કરશે. દરિયાકાંઠાના ૧૪ જિલ્લા અને ૪૦ જેટલા તાલુકાઓમાંથી આ કાયકલ યાત્રા પસાર થશે અને ૩૦ મેના રોજ પાલનપુર ખાતે આ સાયકલ યાત્રા સંપન્ન થશે. આ સાયકલ યાત્રા જે જિલ્લામાંથી પસાર થશે ત્યાંથી લાયન્સ ક્લબના સભ્યો આ યાત્રામા જોડાઇ શકશે તેમ પોરબંદર લાયન્સ ક્લબના પ્રમુખ પંકજ ચંદારાણાએ જણાવ્યું હતું.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો