ડાયમંડ નગરી Diamond City of India તરીકે જાણીતું સુરત શહેર લાખો હજારો લોકોને રોજગારી પુરી પાડે છે. જે રત્નકલાકારો હીરાને તરાસવાનું કસબ જાણે છે. તેમના માટે આ ઉદ્યોગ કમાણીનું તો માધ્યમ બની જ રહે છે. પણ જે લોકોને હીરાના કટિંગ અને પોલિશિંગ સાથે દૂર દુરનો કોઈ સંબંધ નથી તેમના માટે પણ આ ઉદ્યોગ ઘર પરિવારનું ગુજરાન ચલાવવાનું માધ્યમ બની રહ્યો છે.ડાયમંડ સીટી Surat નો હીરા ઉદ્યોગ જે વાર્ષિક રૂ.1.37 હજાર કરોડનું ટર્નં ઓવર ધરાવે છે. જે લાખો રત્નકલાકારોને રોજગારી પણ પુરી પાડે છે તે જ ડાયમંડ ઉદ્યોગ જે હીરાના કટિંગ કે પોલીશીંગનું diamond cutting and polishing કામ શુદ્ધા નથી જાણતા તે લોકોને પણ પરિવારનું ગુજરાન ચાલી શકે તેટલી કમાણી કરાવી આપે છે.સુરતમાં મહિધરપુરા Mahidharpura અને વરાછા varachha હીરાબજાર જે આખો દિવસ હીરાના વેપારીઓ અને દલાલોની ભીડથી ભર્યું રહે છે. દિવસ દરમ્યાન આ જ હીરાબજારમાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી. હીરાની મોટી કંપનીઓ હોય કે નાની ઘંટીઓ. અહીં રોજનો હજારો કરોડો રૂપિયાનો બિઝનેસ Business રસ્તા પર થાય છે. જોકે દિવસ દરમ્યાન જે હીરાનો વેપાર થતો હોય છે.
ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કામકાજ દરમ્યાન અથવા પવન કે કોઈ બીજા જ કારણોસર અત્યંત બારીક અને સૂક્ષ્મ કહી શકાય તેવા હીરા રસ્તા પર પડી જતા હોય છે. આવા ખોવાયેલા હીરા જ્યાં વેપારીઓ કે દલાલો નુકશાન સમજીને જતું કરતા હોય છે ત્યાં જ આ હીરા કમાણીનું સાધન બની જાય છે સુરતમાં ધૂળિયા તરીકે ઓળખાતા અસંખ્ય લોકો માટે.સવારે 6 વાગ્યાથી સુરતના રમેશ વસાવા નસીબને અજમાવવા માટે હાથમાં તગારું અને તગારામાં બ્રશ અને ચારણી લઈને નીકળે છે. હીરાબજારમાં ફરી ફરીને તેઓ નાની નાની ઘંટીઓ બહાર પડેલી ધૂળ ભેગી કરે છે. જો નસીબ હોય તો ક્યારેક ધૂળમાંથી તેમને એ વસ્તુ મળી જાય છે જે તેમને સિકંદર બનાવી દે છે. રમેશભાઈ વસાવા બાળપણથી જ ધૂળિયા તરીકે કામ કરવા રોજ હીરાબજારમાં આવે છે. અત્યારસુધી એમને સાચો હીરો તો નથી મળ્યો પણ હાં, પરિવારનું ગુજરાન ચાલી શકે તેટલા હીરા તો તેમને રોજના મળી જ જાય છે. તે કહે છે કે તે વર્ષોથી અહીં આવે છે. રોજ સવારે ધૂળ સાફ કરે છે. ક્યારેક નસીબમાં હોય તો હીરા મળી જાય છે. પછી તેને સિકંદર બજારમાં વેચી દે છે.
ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે હીરાબજારમાં જ સિકંદર બજાર એવું છે જ્યાં આ જ પ્રમાણેના હીરા વેચાય છે. ધુલિયાઓ જે હીરા કચરા માંથી શોધી કાઢે છે તે હીરા આ સિકંદર બજારમાં વેચાય છે. જેમને હીરા વિશેની આવડત નથી તેમના હાથમાં આવેલા હીરા ફરી પાછા એમની પાસે જ જાય છે જેઓ આ ધંધાના કસબી છે. અને પછી આ ધૂળિયાઓને આ હીરાની જે કિંમત મળે છે તે તેઓ લઇ લે છે. આમાંથી એવા પણ કિસ્સા નોંધાયા છે જેમાં કોઈક આ જ કામ કરીને સારું ઘર વસાવી શક્યા છે.હીરા અગ્રણી પ્રવીણ નાણાવટીનું કહેવું છે કે સુરતના ડાયમંડ માર્કેટની આ ખાસિયત છે. જેમને હીરાનું કામ આવડતું નથી તેમને પણ કમાણી કરાવી આપે છે. આવા અસંખ્ય પરિવારોને હીરામાંથી કમાણી થઇ જાય છે. તેમના માટે સિકંદર માર્કેટ પણ છે જ્યાં તેઓ આ હીરા વેચે છે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.