રાજ્યના ફીસરીજ વિભાગ દ્વારા ચોમાસાને લઈને માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં પણ અમુક માછીમારો દ્વારા આ જાહેરનામાનો ભંગ કરી દરિયામાં માછીમારી કરવા ગયા હતા જેને લઈને ઓખા મરીન પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી પાંચ માછીમારો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાઈ ગયેલા તમામ માછીમારો સામે ફરિયાદ નોંધ કરવામાં આવી છે. દર વર્ષે જુલાઈ માસના શરૂઆતના ગાળાથી જ અરબી સમુદ્રના દરિયામાં માછીમારી ન કરવા બાબતે ફીસરીજ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે કારણ કે જુલાઈ માસ દરમિયાન અરબી સમુદ્રમાં વધારે પડતો કરંટ હોવાથી પવનની ગતિ અને મોજાઓને ઉછાડમાં નોંધપાત્ર વધારો થાય છે, જેના કારણે દુર્ઘટના ન ઘટે તે અર્થે તંત્ર દ્વારા માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ વર્ષે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં પણ અમુક માછીમારો નિયમનો ભંગ કરી માછીમારી કરવા જતા હોવાની ઓખા મરણ પોલીસને હકીકત મળી હતી જેને લઈને ઓખા મરીન પોલીસ દફતર દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી. ઓખા બંદરથી પાંચ નોટિકલ મેલ દૂર સમીયાણી ટાપુ તરફ જતા દરિયામાં માછી મારી કરી રહેલ મિલનભાઈ બચુભાઈ ઢાયાણી, ગીર સોમનાથ જિલ્લાના પાલડી ગામના બચુભાઈ નારણભાઈ સોલંકી, ડાયાભાઈ ઉકાભાઇ સોલંકી, વલસાડ જિલ્લાના હિંગળાજ ગામના પ્રકાશભાઈ હસમુખભાઈ ટંડેલ, વલસાડ જિલ્લાના અમર ફળિયુ ગામના જતીનભાઈ દિલીપભાઈ પટેલ નામના શખ્સો આબાદ પકડાઈ ગયા હતા મોનસુન સિઝનના કારણે દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં આ શખ્સોએ ફીસરીઝ તંત્રની પરવાનગી કે ટોકન મેળવ્યુ ન હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને આ તમામ શખ્સો સામે આઇપીસી કલમ 188 તથા ફિસરીઝ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
Trending
- હરિયાણામાં ધુમ્મસ વચ્ચે મોટો અકસ્માત,હાઇવે પર 10 વાહનો અથડાયા
- શ્રદ્ધા મિશ્રાએ સા રે ગા મા પા ની ટ્રોફી જીતી, સ્વપ્ન થયું સાકાર
- ટીમ ઈન્ડિયા 14 મહિનામાં બદલાઈ , 2023 વર્લ્ડ કપ રમનારા 6 દિગ્ગજ ખેલાડીઓ બહાર
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો