ઉજ્જવલા યોજના બની ગરીબો માટે આશીર્વાદરૂપગ્રામ્ય વિસ્તારની બહેનો ને હવે જંગલમાં લાકડા આપવા જવું નહીં પડે કારણકે ભારત સરકાર દ્વારા આ યોજના હેઠળ તમામ બહેનોને હવે ગેસનું કનેક્શન મળી રહ્યું છે
ઊના તાલુકાના ઉમેજ ગામે આજરોજ ઉજ્વલા યોજના હેઠળ 50 ગેસ કનેક્શન નો ઉપલબ્ધ થતાં તેને આ વિતરણ કરવામાં આવ્યા હતા તાલુકાના સામતેર માં આવેલી ધર્મ ગેસ એજન્સી દ્વારા ઉજ્વલા યોજના હેઠળ તમામ બહેનોને ગેસ કનેક્શન ની કીટ આપવામાં આવી હતી અને તમામ બહેનોને ગેસ કઈ રીતે ચાલુ કરવો અને કઈ રીતે બંધ કરવો તેને વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી ભારત સરકારની ઉજ્વલા યોજના આજે ગરીબો માટે આશીર્વાદરૂપ બની છે અને તેમાં ખાસ કરીને ગ્રામીણ લોકો આ યોજનાનો લાભ લેતા હોય છે અને લાકડા અને પ્રદુષણથી દુર હવે બહેનો માત્ર ગેસ કનેક્શન વાપરશે તે અનુસંધાને આજે તમામ બહેનોને બોલાવી અને ઉજ્વલા યોજના નો લાભ લેવા અને તેની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી