જે અંતર્ગત ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં આ કાર્ડ બાબતે નિરસ માહોલ હતો. જેથી તાલુકા હેલ્થ ઓફિસર અને તેમની ટીમે ગામના સરપંચ અને સભ્યો સાથે બેઠક કરી કાર્ડનું મહત્વ સમજાવ્યું હતું. બાદમાં હવે ગામમાં દર અઠવાડિયામાં 25 થી 30 ગ્રામજનો કાર્ડ કઢાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં હાલમાં ચાલી રહેલી પી.એમ.જે.વાય. કાર્ડની કામગીરી માટે ઉમરગામ તાલુકાના કેટલાક વિસ્તારના લોકોમાં કાર્ડ બનાવવા માટે ઉદાસીનતા જોવા મળી હતી. તેવા વિસ્તારોમાં અંક્લાસ ગામનો પણ સમાવેશ થતો હતો. આ ગામના લોકો હાલમાં ચાલી રહેલા પી.એમ.જે.વાય. કાર્ડ અભિયાનમાં કાર્ડ બનાવવા માટે આવતા ન હતા કે ઓછી સંખ્યામાં આવતા હતા. જે બાબત તાલુકા હેલ્થ ઓફિસર ડો.રૂપેશ ગોહિલને ધ્યાને આવતા તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અંકલાસની ટીમ સાથે ગામના સરપંચ પુષ્પાબેન વળવી તથા પંચાયતના સભ્યો અને ગામ લોકોને પી.એમ.જે.વાય. કાર્ડની ઉપયોગીતા વિશે વિગતવાર સમજણ આપી હતી. બાદમાં ગામમાં જ નિયમિત રીતે પી.એમ.જે.વાય. કાર્ડ બનાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગ્રામજનો તથા પંચાયત સભ્યોને વિગતવાર સમજણ અને પી.એમ.જે.વાય. કાર્ડની ઉપયોગીતા વિશે માહિતિ આપતા હાલમાં મોટી સંખ્યામાં લોકો પી.એમ.જે.વાય. કાર્ડ બનાવવા માટે આવી રહ્યા છે સાથે બીજા લોકોને પણ માહિતી આપી પી.એમ.જે.વાય. યોજનાનો લાભ લઇ રહ્યા છે. આ અંગે ઉમરગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો. રૂપેશ ગોહિલે જણાવ્યું કે, પહેલા આ ગામમાં પી.એમ.જે.વાય કાર્ડ માટે નિરસ માહોલ જોવા મળતો હતો. જેથી ગ્રામજનોને સમજાવ્યા બાદ હવે દર અઠવાડીયામાં એક દિવસે કેમ્પ રાખવામાં આવે છે જેમાં 25 થી 30 પી.એમ.જે.વાય કાર્ડ આપવામાં આવી રહ્યા છે.
Trending
- ડોનાલ્ડ ટ્રમ્પ કયા બાઇબલમાંથી શપથ લેશે? તેમની માતા સાથે પણ ખાસ છે સંબંધ
- ગુજરાત હાઇકોર્ટમાં વકીલોનો ચીફ જસ્ટિસ સાથે ઝપાઝપી, તેમને ‘બહુ બોલકા જજ’ પણ કહ્યા
- ગાંધીજીને મહાત્માનું બિરુદ ખોટી રીતે મળ્યું, IIT બાબાએ વાત કરી
- કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ પહેલા દિવસે ધીમી ,પહેલા જ દિવસે આટલી કમાણી
- ચાર ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા, 32 ખેલાડીઓને મળ્યો અર્જુન એવોર્ડ
- પરમાણુ હથિયારોના મુદ્દા પર ઈરાન અને રશિયા ભેગા થયા, આટલો મોટો સોદો શું કરી શકશે ?
- ઠંડીથી બચવા કર્યો આવો જુગાડ જે સાબિત થયો જીવલેણ, સવારે મળ્યા બંનેના મૃતદેહ
- અમદાવાદમાં બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR દાખલ , PCR વાનમાં દારૂ અને રોકડ મળ્યા