પાટણ જીલ્લાના સમી તાલુકા ના વરાણા ખાતે આવેલ શ્રી ખોડિયાર માતાજી મંદિર, ખાતે ગુજરાત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા નવનિયુક્ત કર્મચારી તથા નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહ પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજી બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો. તેમજ રાધનપુર ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ દ્વારા શૈક્ષણિક સંકુલના બાંધકામ માટે 31,00,000 (એકત્રીસ લાખ ) લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી રઘુભાઈ દેસાઈ (ધારાસભ્યશ્રી,રાધનપુર) માનુભાઈ નાડોદા(પ્રમુખશ્રી) નાથાભાઈ ખેર(મંત્રીશ્રી) નટવરસિંહ ડોડીયા, રામસિંહ રાજપૂત, નનુભાઇ સિંધવ(ટુવડ) અજમલભાઈ ગામી, હીરાભાઈ નાડોદા(સાતુન) હીરાભાઈ ચાવડા(રાફુ) પશાભાઈ રાઠોડ, ભરતભાઈ ચાવડા, ખોડાભાઇ ખેર તેમજ નાડોદા સમાજના નવનિયુક્ત કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ઉત્તર ગુજરાત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા નવનિયુક્ત કર્મચારી તથા નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહ પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજી બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં રાધનપુર વિધાનસભાના ભામાશા તરીકે ઓળખાતા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા દાન આપવામાં આવ્યું તથા નાડોદા રાજપૂત સમાજ ના નવ નિયુક્ત કર્મચારી તથા નિવૃત કર્મચારી ઓ ને શુભેચ્છા પાઠવી હતી
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું