Shantishram News, Diyodar, Gujarat.
સામાન્ય રીતે પોલીસની કારકીર્દી તનાવપૂર્ણ મનાય છે.
મોટાભાગે ગુનેગારો સાથે કામ કરવાનું હોય ચોવીસ કલાક સતર્કતા જેવા સંજોગોમાં પણ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ જીલ્લામાં
પોલીસ ક્ષેત્રમાં ૧૦૮૧ જેટલી મહિલાઓ સફળતા પૂર્વક ફરજ બજાવે છે.
(પ્રતિકાત્મક તસ્વીર)
ઉત્તર ગુજરાતમાં રૂઢી ચુસ્ત સમાજ જીવનની બદલાતી તાસીરનો આ પુરાવો છે.
આ સ્થિતિમાં ઉત્તર ગુજરાતની મહિલાઓ શિક્ષણ આરોગ્ય કમ્પ્યુટર અને
કેલરીકલ ક્ષેત્ર સિવાય હાર્ડવરે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક ઓછી મળી છે.
(પ્રતિકાત્મક તસ્વીર)
આમ છતાં આજે ઉત્તર ગુજરાતમાં મહેસાણા,બનાસકાંઠા,પાટણ જીલ્લામાં
૧૦૮૧ જેટલી મહિલાઓ પોલીસ જેવા તનાવપૂર્ણ ક્ષેત્રમાં સફળતા પૂર્વક પોતાની ફરજ બજાવે છે.
જે સમાજની બદલાતી ભાવના અને આર્થિક કારણોસર નોકરી સ્વીકારવા માટેની પરિવારની સંમતિ જેવા કારણો દર્શાવે છે.
(પ્રતિકાત્મક તસ્વીર)
પોલીસ મુખ્યાલયોએ આપેલી વિગતો અનુસાર મહેસાણા જીલ્લામાં ૪૦ર,
બનાસકાંઠા માં ૩૭૩ અને પાટણમાં ર૭૮ મહિલા કર્મચારીઓ
પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે.
મહેસાણા જીલ્લામાં ડીવાયએસપી એડમીન ભક્તિબા ઠાકોર ઉપરાંત
ત્રણ પીઆઈ અને બાર પીએસઆઈ તરીકે મહિલાઓ છે.
જ્યારે બનાસકાંઠામાં સાત પીએસઆઈ અને બાર પીઆઈ તેમજ
પાટણ જીલ્લામાં ચાર પીએસઆઈ તરીકે મહિલાઓ ફરજ બજાવે છે.
પોલીસ જેવા તનાવપૂર્ણ ક્ષેત્રમાં સફળતા માટે મોટાભાગની મહિલા કર્મચારીઓએ
પોતાના પરિવારના મોકળાશ ભર્યા વાતાવરણને કારણભુત ગણાવે છે.
ત્રણેય જીલ્લાઓના પ૩૮૧ના હાજર મહેકમમાં ૧૦૮૧ મહિલાઓની સંખ્યા છે.
ગુનાઓના ડીટેક્શનમાં મનોવૈજ્ઞાનિક તરીકાઓ અને
ડીજીટલ ઈન્ટેલીજન્સીનો ઉપયોગ વધશે તેમ વધુને વધુ મહિલાઓ
આ ક્ષેત્રમાં આવશે તેવું હાલના મહિલા અધિકારીઓ જણાવે છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268