સાબરકાંઠાના હિંમતગરની સિમ્સ હોસ્પિટલની બેદરકારીથી ઓક્સિજન ખુટી જતા સર્જાયેલી અફડાતફડી પર આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવાના બદલે છાવરવાનો પ્રયાસ કર્યો છે અને હોસ્પિટલની વકીલાત કરી છે.
હિંમતનગરના મોતીપુર વિસ્તારમાં આવેલી સીમ્સ હોસ્પટલમાં ગઈકાલે સાંજે ઓક્સિજન ખુટતા અફરાતફરી સર્જાઈ હતી.
પાંચ એમબ્યુલન્સ દ્વારા દર્દીઓને અન્ય હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
લોકોનો રોષ પારખી ગયેલા ડોક્ટરોએ તરત જ પોલીસ બોલાવી દીધી હતી.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ આવીને દર્દીઓના સગાઓ સાથે વાત કરવાની જગ્યાએ ડોકટરો પાસે જઈને બેસી ગયા હતા.