દેશમાં કોરોના વાયરસના ઓછા થતાં દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના પર લાગેલ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. પણ દેશના અમુક રાજ્યો એવા છે જ્યાં કોરોનાઆએ ઊથલો માર્યો હોય. સાથે જ આવા રાજ્યોમાં સંક્રમણ ન ફેલાય તે માટે પ્રતિબંધોને લંબાવવામાં આવ્યા છે. આસામમાં કેસ વધતાં સરકારે રાજ્યના 5 જિલ્લામાં લાગુ પાડેલ પ્રતિબંધો વધુ એક અઠવાડિયા માટે વધારવાની જાહેરાત કરી છે. ઉત્તરાખંડ સરકાર પણ કોરોનાના કારણે લાગુ પાડેલ કર્ફ્યૂને 27 જુલાઇ સુધી વધારવાનું વિચારી રહી છે. જ્યારે ગુજરાતમાં તો સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક જેવા સ્થળોને 60 ટકા લોકોની ક્ષમતા સાથે ખોલવાની છૂટ આપી છે.
આસામમાં સ્વાસ્થ્યમંત્રી કેશવ મહંતના કહ્યા મુજબ કોરોનાનું સંક્રમણ વધતાં આ પાંચ જિલ્લામાં લોકડાઉન યથાવત રહેશે. આ પાંચ જિલ્લામાં જોરહાટ, સોનિતપૂર, વિશ્વનાથ, ગોલાઘાટ અને લખમીપૂરને 7 જૂલાઈ સુધી કન્ટેનમેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવ્યા હતા. આ જિલ્લામાં 24 કલાક સુધી કર્ફ્યૂ રહેશે.
પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પોંડીચેરીમાં હજું પણ લોકડાઉન જેવી પાબંદીઓ લગાવામાં આવી છે. જેના કારણે અહીયાના લોકો હવે હેરાન થઈ ગયા છે. આ તમામ રાજ્યોની સરકાર દ્વારા કોરોનાની ચેઈન તોડવા બધાજ પ્રતિબંધો હજુ યથાવત રાખવામાં આવ્યા છે. જોકે તેના કારણે લોકોને ઘણી તકલીફો પડી રહી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268