વેબ સિરિઝે મનોરંજનની વ્યાખ્યા બદલી નાખી છે. વેબ સિરિઝનો પ્રભાવ વધી રહ્યો છે એટલે જગતના નામી ફિલ્મ ફેસ્ટિવલમાં વેબ સિરિઝોને આગવું સ્થાન મળવા લાગ્યું છે. વિવિધ ભાષાઓની સાથે ગુજરાતીમાં બનતી વેબ સિરિઝો પણ હવે નામના કાઢવા લાગી છે. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર કામ કરતા ગુજરાતી ડિરેક્ટર હારિતઋષીની ફિલ્મ ‘છેલ્લી ચા’ સિંગાપોર ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામી છે.
અત્યારે સંખ્યાબંધ વેબ સિરિઝો આવી રહી છે. પરંતુ મોટે ભાગે મારધાડ, ગુનાખોરી, દારૃ-જુગાર જેવા બિનસામાજીક તત્વો વેબ સિરિઝમાં પ્રાધાન્ય પામી રહ્યા છે. લોકો હવે તેનાથી કંટાળી રહ્યા છે. માટે મનોરંજક, પારિવારિક અને સામાજીક સંદેશાઓ આપતી સિરિઝોની ડિમાન્ડ વધી છે. છેલ્લી ચા આ પ્રકારની મનોરંજક અને પારિવારિક વેબ સિરિઝ છે. બહુ લાંબી નહીં એવી વેબ સિરિઝમાં વિરાજ પાટડીયા અને મનાલી જોશી મુખ્ય કલાકારો છે.
ગુજરાત-મુંબઈ ના ખ્યાંતનામ સિનેમેટોગ્રાફર કશ્યપ ત્રિવેદી એ ખૂબસૂરતીથી કેમેરા વર્ક કર્યું છે. ટેલેન્ટેડ એડિટર અભિષેક મસોયા છે. અનેક ફિલ્મ અને સીરીયલમાં સંગીત આપનાર જયદીપ રાવલ તેમજ મરીઝ સાહબની એક સુપ્રસિદ્ધ ગઝલ ને રિક્રિએટ કરવામાં આવી છે. રંગમંચમાં કામ કરેલ અનેક અભિનેતા જેવા કે ઓમ ભટ્ટ, ઉત્સવી, હેમાંગ શાહ, હિતેન આડેસરા એ સહાયક ભૂમિકા ભજવી છે.
હારિતઋષિ પુરોહિત અગાઉ ‘આપણે તો ધીરુભાઈ’ નામની સુપરહિટ ગુજરાતી ફિલ્મ આપી ચૂક્યા છે. તેમજ તેમને સ્ક્રિપ્ટ માટે ઇટાલી,લોસ એન્જલ્સ માં એવોર્ડ મળી ચુક્યો છે અને વર્ષ 2017માં તેમની બંને ફિલ્મોને સાઉથ એશિયાની ફિલ્મ બાઝાર ઇવેન્ટની વિડિઓ લાયબ્રેરીમાં સ્થાન મળ્યું છે. તાજેતર માં જ દુબઇ માં ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ્સ અને ટિમને લઇ ને એડ કેમ્પેઇનસ શૂટ કર્યા છે કે જે લંડન, ઓસ્ટ્રેલિયા, દુબઇમાં પ્રસારીત થયા છે.
સેવન્થ સેન્સ કોન્સેપટ્સના બનૅર હેઠળ છેલ્લી ચાના નિર્માતા કુણાલ બી છે કે જેમને અનેક એડ ફિલ્મ, કોર્પોરેટ વિડિઓ બનાવ્યા છે. છેલ્લી ચા નજીકના સમયમાં જ એક મોટા ડિજિટલ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268