Shantishram News, Diyodar, Gujarat.
અમદાવાદ આનંદનગર જૈન સંઘના ઉપક્રમે
અ.સૌ.પ્રિતીબેન દિપેશભાઇ શાહના 504 આયંબિલ તપસ્ચયૉના અનુમોદનાથૅ
સુશ્રાવિકા હંસાબેન રમેશભાઈ પોપટલાલ શાહના આંગણે પૂ. કાંકરેજ કેશરી ગચ્છાધિપતી આ.શ્રી કલ્પજયસૂરિશ્વરજી મહારાજા, પૂ. નુતન આચાર્ય શ્રી શીલરત્નસુરીજી મ.સા.આદિ સાધુ - સાધ્વી ભગવંતો નો ભવ્ય સામૈયા સહ પ્રવેશ થયેલ.
પૂ.ગુરૂ ભગવંતોએ આર.પી.પરિવાર ના ઘેર સકલસંઘ સાથે પગલાં કરેલ
જયાં પરિવારે વંદના કરેલ રૂ.10/-ની પ્રભાવના થયેલ બાદમાં પૂ.શ્રી નું માંગલિક પ્રવચન થયેલ
પૂજ્ય ગચ્છાધિપતિ તથા પૂજ્ય નુતન આચાર્ય ભગવંત પદવી બાદ પ્રથમવાર આનંદનગર ના પધારેલા.
આ.શ્રી શીલરત્નસુરી મ.સા્ એ દેવદ્વવ્યનું મહત્વ સમજાવી તેનો ઉપયોગ સાધારણ માં ના થાય તેની તકેદારી રાખવા પ્રેરણા આપેલી. જેથી આનંદનગરમાં ઉપાશ્રય માટે ત્રીજા ફલેટની જગ્યા માટે ની જગ્યા ની સાધારણ ઉપયોગ માટે ની પ્રેરણા કરી
શરીર ઉપર પહેરેલા સોનાનુ દાન અપૅણ કરવા પ્રેરણા કરતાં સૌ પ્રથમ તેજલબેન હિતેશભાઇ શાહે (સોનામહોર) દ્વારા સોનાની બંગડી અપૅણ કરી શુભારંભ કરેલ જેમાં હંસાબેન કનૈયાલાલ ધાણધારાએ પણ સોનાની બંગડી તેમજ હંસાબેન રમેશભાઈ શાહ (વડા) તરફથી સોના ની ચેઇન અપૅણ કરવાની જાહેરાત કરતાં ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનો પોતાના પહેરેલા દાગીના અર્પણ કરી વધાવેલ.
તથા ભાઇઓએ સોના નો વરસાદ વરસાવી સોનું અપૅણ કરેલ. બાદમાં હંસાબેન રમેશભાઈ શાહ પરિવાર દ્વારા યોજાયેલી નવકારશી નો લાભ લીધેલ. આ પ્રસંગે પંડિતવર્ય હિતેશભાઇ ડોસલિયા દ્વારા સુચારુ સંચાલન કરતાં પુજ્ય શ્રીની પ્રેરણાથી મળેલ તકને ઝડપીને સાધારણમાં લાભ લેવા જણાવેલ.
Aanandnagar Jain Sangh, Satellite, Ahmedabad, Pujya Gachchadhipati Kalpjay Suri Maharaj Saheb, Dipeshbhai Rameshbhai Shah 504 Aayambil anumodna
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268