કોરોના દરમિયાન અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાને કારણે અનેક બાળકો અનાથ થયા છે તો ઘણા માતા-પિતાએ તેના વહાલસોયાને ગુમાવવાનો વારો આવ્યો છે.કોરોનાને કારણે ઘણા આશાસ્પદ વિધાર્થીઓએ પણ જીવ ગુમાવ્યો છે. કોરોનાને કારણે મૃત્યુ પામેલા વિધાર્થીને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વાર મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવામાં આવી છે. કોરોનાના કારણે 23 નવેમ્બર 2020ના રોજ મુકેશ ચૌબે નામના યુવકનું મોત નીપજ્યું હતું. આ યુવક ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલતિ અલ્પેશ.એન.પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ સંસ્થાનો વિધાર્થી હતો.
મુકેશ બાયોટેકનોલોજી વિભાગમાં દરિયાઈ લીલ અને શેવાળમાં મળતાં પ્રોટીન ઉપરથી મળતાં હાઈકોબીલીન પ્રોટીન ઉપર રિસર્ચ કરી રહ્યો હતો. જે માણસની નર્વસ સિસ્ટમ, ચેતાતંતુ અને અલઝામયર જેવા રોગ સામે રક્ષણ આપે છે.આ અંગેના 7 ઈન્ટરનેશનલ રિસર્ચ પેપર પણ પબ્લીશ કરવામાં આવ્યાં હતાં. આ રિસર્ચમાં આગળ વધવા માટે મુકેશ ચૌબેનું વોશિંગ્ટન યુનિવર્સિટીમાં સીલેકશન પણ થયું હતું. મુકેશ 2014ની પીએચડી કરી રહ્યો હતો.
મુકેશના રિસર્ચ પેપર તેઓના ગાઈડ પ્રો. ડો.નીરજકુમાર સિંહે યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડી માટે રજૂ કરવામાં આવ્યા હતા. જેને યુનિવર્સિટીએ માન્ય રાખ્યો છે. મુકેશની પીએચડી આ વર્ષ પૂર્ણ થવાનું હતું. આ માટે તેને થીસીસ સબમીટ કરાવી દીધા હતા. માત્ર વાયવા જ બાકી હતા. પરંતુ આ પહેલા જ કોરોનાના કારણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. યુનિવર્સિટીએ મુકેશ ચૌબેની મરણોપરાંત પીએચડી ડિગ્રી આપવાનુ નક્કી કર્યું છે. આ જાણીને દિવંગત મુકેશના માતા-પિતાની આંખમાં આંસુ આવી ગયા હતા. મુકેશને ડિસેમ્બરના મધ્ય સુધીમાં મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવામાં આવશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268