આણંદ શહેરમાં આજે સવારે ચાર કલાકથી વરસેલા 7 ઇંચ વરસાદ ને પગલે શહેરના મોટાભાગના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જોકે ત્રણ કલાક બાદ મેઘરાજાએ ખમૈયા કર્યા હતા.anand શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીને લઇને વાહનચાલકોને અગવડ પડી હતી, શહેરના ગામડીવડ,લોટિયાભાગોળ, નવા બસ સ્ટેન્ડ રોડ, વ્યાયામ શાળા રોડ,એવી રોડ,જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 7 ઇંચથી વધુ વરસાદ ને કારણે નગરપાલિકાનું વહીવટી તંત્ર પણ ભરાયેલા પાણીને રોકવા અસમર્થ જોવા મળ્યુ હતુ.
વરસાદને લઇને જીલ્લા પોલીસ વડા અને કલેક્ટરે પણ બેઠક કરી હતી, જીલ્લા કલેક્ટરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઓછા સમયમાં વરસેલા ભારે વરસાદના કારણે શહેરમાં પાણી ભરાયા છે.ભારે વરસાદને કારણે શહેર અને આસપાસના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જોકે ત્રણ કલાકના વરસાદ બાદ મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલા પાણી પણ ઓસરી રહ્યા છે. જે આણંદ શહેર માટે સારા સમાચાર છે.
શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે જીલ્લા પોલીસ વડાનું નિવાસ સ્થાન અને કચેરી પણ બેટમાં ફેરવાયા હતા. ત્યારે પોલીસ વડા સહિત પોલીસ વડાની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ પાણીમાંથી પસાર થઈ ઓફિસે પહોંચ્યા હતા.ભારે વરસાદ ને પગલે ખેતિનિયામકની કચેરીના કેમ્પસ સહિત અનાજના ગોડાઉનના કેમ્પસમાં પણ પાણી ભરાયા હતા, ગોડાઉન મેનેજરે જણાવ્યું હતુ કે,અનાજનો જથ્થો ગોડાઉનમાં સુરક્ષિત ગોઠવવા઼થી કોઇ નુકશાન થયું નથી.વરસાદને લઇને આણંદથી ગામડાને જોડતા માર્ગ પર આવેલુ તુલસી ગરનાળામા્ પણ દર વર્ષેની જેમ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268