Shantishram News, Diyodar, Gujarat.
આગલોડ તીર્થ મધ્યે પુજ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર
સંઘ શાસન કૌશલ્યાધાર આ.ભ.
શ્રી જયસુંદરસૂરીશ્વજી મહારાજા આદિઠાણાની પાવન નિશ્રામાં યોજાઈ રહેલ
ઉપધાનતપમાં ૩૩૦ જેટલા આરાધકો દ્વારા ઉપધાન તપની આરાધના સુંદરરીતે ચાલી રહેલ છે.
શ્રીમતી દેવીલાબેન સુરેશભાઈ ગાંધી પરિવાર તથા
શ્રીમતી પુષ્પાબેન સેવંતીલાલ મહેતા પરિવાર દ્વારા યોજાઈ રહેલ
આ ઉપધાનતપમાં તા.૧૪/૧/રર ના રોજ
શ્રી ગીરનારજી મહાતીર્થની ભાવયાત્રા યોજાઈ જેમાં ગીરનારપ્રેમી સંજયભાઈ બાઉ દ્વારા સુંદર સંવેદના કરવામાં આવી.
શ્રી આગલોડ તીર્થ મધ્યે પુજ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર સંઘ શાસન કૌશલ્યાધાર આ.ભ.શ્રી જયસુંદરસૂરીશ્વજી મહારાજાની પાવનનિશ્રામાં
વિશાળ સંખ્યામાં આરાધકોની ઉપસ્થિતિમાં
કાંકરેજ કેસરી ગચ્છા પૂ.આ.ભ.શ્રી કલ્પજયસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદનું આયોજન થયું.
જેમાં લગભગ અઢી કલાકની ગુણનુવાદ સભામાં પૂ.આ.ભ.સહિત ૪ ગુરૂદેવો તથા
શ્રાવકોએ ખૂબજ સંવેદના સભર ગુણાનુવાદ કર્યા.
પૂજય આચાર્ય ભગવંતે પોતાના અનેક અનુભવો દ્વારા ગુરૂદેવશ્રીના વાત્સલ્ય સંયમની ચુસ્તતા, ઉત્તમ આરાધ્યસ્થણુ, સરળતા,નીખાલસતા, જેવા ગુણોને ઉજાગર કર્યા છે.
ગુણાનુરાગ કેળવવાની ભૂમિકા બાદ ગુણાનુવાદના શ્રવણ કરીને પંચાચાર પાલનમય આચાર્યદેવશ્રીના જીવનમાંથી પ્રેરણા લઈ
એનેકોએ પોતાના જીવનમાં કંઈકને કંઈક ધર્મમાર્ગમાં આગળ વધવાના સંકલ્પ કર્યા.
પૂજય પાદ આ.ભ.કહ્યું કે આ મહાપુરૂષ માત્ર કાંકરેજના નહીં અમારા સૌના પરમ આદરણીય અને પ્રેરણા સ્ત્રોત હતા.
Aaglod , Manibhadra vir Dada , Jain Updhan Tap , Param Pujya aacharya Jaysundar suri Maharaj Saheb, Mahudi, Vijapur
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268