સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકોનો સ્વચ્છતા પ્રત્યે અભિગમ કેળવવા માટે અમલમાં મુકવામાં આવેલો સામુદાયિક ભાગીદારી વાળો એક સ્વચ્છતા કાર્યક્રમ છે. આ યોજના તમામ ગ્રામીણ પરિવાર કુટુંબોને આવરી લે છે. આ અભિયાનનો પ્રારંભ તા. 2 ઓક્ટોબર, 2014 ના રોજ કરવામાં આવ્યો હતો. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાના અભાવના કારણે ભારત વાર્ષિક જીડીપીના 6.4% ગુમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન હેઠળ, ભારત સરકાર દ્વારા 2019 સુધીમાં ‘સંપૂર્ણ સ્વચ્છતા’ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુ.ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને સ્વાથ્યને બહોળા પ્રમાણમાં ઉત્તેજન મળે, ખુલ્લામાં શૌચક્રિયા બંધ થવાથી ગ્રામીણ લોકજીવનમાં સુધારો આવે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યાં.આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં 7039 શૌચાલયના કામ પૂર્ણ થયા છે. આ યોજના અંતર્ગત જીલ્લામાં 409 સામૂહિક શૌચાલયના કામ પણ પૂર્ણ થયેલા છે.આ યોજનાથી શહેર , ગામડા અને જીલ્લામાં સ્વચ્છતાના દર પણ ઊંચા આવ્યા છે.મહિલાઓને શરમ અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાથી પણ રાહત મળી છે.આ યોજનાના લાભાર્થી પરસોત્તમભાઈ બારીયા કે જેમના ઘરમાં 9 સભ્યો છે તેમણે સરકારનો આભાર માન્યો અને જણાવ્યું કે પીએમ મોદીએ ગરીબો અને મહિલાઓ માટે આ ઉત્તમ નિર્ણય લીધો છે. આ યોજનાના પરિણામે અમારા ઘરમાં બીમારી પણ ઘટી છે. અમે હવે સ્વમાનભેર સમાજમાં જીવી શકીએ છીએ.લાભાર્થી ભલાભાઈ બારીયા કે જેમના ઘરમાં 10 સભ્યો છે તેમણે પણ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો ખુબ ખુબ આભાર માન્યો. અને જણાવ્યું કે પહેલા અમારા ઘરમાં મહેમાન આવતા વિચાર કરતા હતા. મહિલાઓએ શૌચક્રિયા માટે દૂર જવું પડતું હતું અને રાત પડવાની રાહ જોવી પડતી હતી. હવે ઘરમાં જ શૌચાલય હોવાથી આ તમામ સમસ્યાનો અંત આવી ગયો છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો