અમરેલી માર્કેટીંગ યાર્ડમાં સીઝનની નવી મગફળીનો આરંભ થયો હતો. અહી ખેડૂતોને પ્રતિ મણના ભાવ રૂા. 900 થી 1050 સુધી મળી રહ્યો છે. આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી છેલ્લા એક સપ્તાહથી સીઝનની નવી મગફળીની આવક શરૂ થઈ છે. તો જિલ્લાભરમાં ગત વર્ષની સરખામણીમાં 250 હેકટરમાં મગફળીનું વાવેતર નોંધાયું હતું.ચોમાસાની સીઝનમાં સૌથી વધારે કપાસ અને મગફળીનું વાવેતર અમરેલી જિલ્લામાં થઈ રહ્યું છે. પણ ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં ઉનાળામાં પણ 3502 હેકટરમાં મગફળીનું વાવેતર નોંધાયું હતું. ગત વર્ષે જિલ્લામાં ઉનાળું મગફળી 3252 હેકટરમાં જ થઈ હતી. પણ ચાલુ વર્ષે મગફળીનું વાવેતર 250 હેકટર વધ્યું હતું. હેવ જિલ્લાની બજારોમાં સીઝનની નવી મગફળીની આવકનો આરંભ થઈ ગયો છે. અમરેલી માર્કેટીંગ યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી બજારમાં નવી મગફળીની આવક થઈ રહી છે.દરરોજ 50 થી 60 ગુણી મગફળી આવી રહી છે. અહી ખેડૂતોને પ્રતિ ખાંડીએ 18 થી 21 હજારનો ભાવ મળી રહ્યો છે. હજુ આગામી દિવસોમાં માર્કેટમાં નવી મગફળીની આવકમાં વધારો થશે. તો સાથે સાથે જિલ્લાના સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં પણ સીઝનની નવી મગફળીની આવકનો આરંભ થઈ ગયો છે. અહી પ્રતિ મણના રૂપિયા 1080 થી 1368 ભાવ રહ્યો હતો.
Trending
- કતાર ઓપન ટેનિસમાં મોટો અપસેટ, કાર્લોસ અલ્કારાઝનો જીરી લેહેકા સામે પરાજય
- કાશ પટેલ કોણ છે? FBI ડિરેક્ટરે ગીતા પર હાથ રાખીને શપથ લીધા
- યુપી બોર્ડે પ્રયાગરાજમાં 10મા-12મા ધોરણની પરીક્ષા મુલતવી રાખી, હવે આવતા મહિને પરીક્ષા યોજાશે
- કચ્છમાં ભયાનક અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 7 લોકોના મોત અનેક ઘાયલ
- અદાણી કંપનીએ આ સૌર પ્રોજેક્ટ શરૂ કર્યો, શું સુસ્ત સ્ટોકમાં ચમક પાછી લાવશે ?
- આ 5 વસ્તુઓ ક્યારેય ખિસ્સામાં ન રાખો, એવું માનવામાં આવે છે કે આ વસ્તુ રાખવાથી દુર્ભાગ્ય લાવે છે.
- શું લીંબુ વજન ઘટાડવાનો એક અચૂક ઈલાજ છે? લીંબુ પાણી પીતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
- આજનું પંચાંગ 22 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય