અમરેલી જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ દ્રારા પીપાવાવ શીપયાર્ડ APM ટર્મીનલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતતા અભીયાન હેઠળ સાયબર અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ.
પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબનાઓએ આપેલ સુચના મુજબ જીલ્લામાં સાયબર ક્રાઇમ અંગે આમ નાગરીકોમાં જાગૃતતા આવે અને લોકો સાયબર ક્રાઇમ પ્રત્યે સાવચેત તથા સાવધાન રહી ઓનલાઇન ફ્રોડનો ભોગ ન બને તે હેતુથી અમરેલી જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ.શ્રી એચ.કે.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ. એમ.એમ.પરમાર તેમજ સાયબર ક્રાઇમ ટીમ દ્રારા અમરેલી જીલ્લાના પીપાવાવ શીપયાર્ડ APM ટર્મીનલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતતા અભીયાન હેઠળ શીપયાર્ડમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓને સાયબર ગુન્હેગારો દ્રારા આમ નાગરીકો સાથે ઓનલાઇન ફ્રોડ કરવાના હેતુથી આચરવામાં આવતી અવનવી તરકીબો જેવી કે લોન ફ્રોડ,ન્યુડ વિડીયો કોલ ફ્રોડ,OLX ફ્રોડ,સીમ સ્વેપીંગ,ATM કાર્ડ કલોનીંગ,KBC ફ્રોડ થી માહિતગાર કરવામાં આવ્યા,તેમજ પોતાના બેંક અકાઉન્ટ,વોલેટ લગત માહિતી ગુપ્ત રાખી કોઇપણ વ્યકતિ સાથે શેર ન કરવા કે લોભામણી જાહેરાતો ફેક ફોન કોલ્સ પર વિક્ષ્વાસ ન કરવા જરૂરી માર્ગદર્શન આપી,સાયબર ક્રાઇમ અવેરનસ કાર્યક્રમ સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યુ…..