સંત શુરા અને ખમીરવંતાની ધરા એટલે અમરેલી. અમરેલીના આંગણે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલીના લોકો માટે મેગા મ્યુઝિકલ ડ્રામા શો વીરાંજલીનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત વીરાંજલી શોનું લેખન કાર્ય પ્રસિદ્ધ લોક સાહિત્યકાર સાંઈરામ દવેએ કર્યું છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આ શોને લોકોએ પ્રેમથી વધાવ્યો છે. આ શોનું આયોજન અમરેલીના આંગણે થાય એ જ અમરેલી માટે આનંદ અને ગૌરવની પળ છે. આ શો આગામી 4 જૂન 2022 શનિવારના રોજ સાંજના 8 કલાકે કમાણી ફોરવર્ડ મેદાન અમરેલી ખાતે યોજાશે.જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે આ શોનું પ્રથમ આયોજન અમદાવાદ ખાતે થયું ત્યારે મને ત્યાં હાજર રહેવાનું સદભાગ્ય મળ્યું હતું. આ પ્રકારનો શો ગુજરાતમાં પ્રથમ હશે. મ્યુઝિકલ ડ્રામા સાથે તૈયાર કરાયેલ આ શો વિવિધ ટેકનિકલ પાસાઓથી સજ્જ છે. રાષ્ટ્રભક્તિમાં તરબોળ અને શહીદ વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરૂના જીવન દર્શન કરવાનો અદ્ભુત અવસર એટલે વિરાંજલી. અમરેલીના આંગણે જ્યારે આ શોનું આયોજન થવા જઈ રહ્યું હોય ત્યારે અમરેલીની રાષ્ટ્રપ્રેમી જનતાને આ શો માણવા પધારે તેવી નમ્ર અરજ.વધુમાં તેમણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માન્યો હતો.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું