અમરેલીના દુધાળા ગામના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના વતનને અનોખી ભેટ આપવામાં આવી રહી છે. તેઓ ગામનાં દરેક ઘરે સોલર ફિટિંગ કરાવી રહ્યા છે, જેની કામગીરી 50% પૂર્ણતાના આરે છે. જોકે સંપૂર્ણ કામગીરી થઈ ગયા બાદ દુધાળા ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે.
ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે.
અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકાના દુધાળા ગામના વતની અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના વતન-ગામને અનોખી ભેટ આપવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તેઓ ગામનાં ઘરે ઘરે સોલર પ્લેટ ફિટ કરાવી રહ્યા છે. ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ગામ માટે ખરેખર કંઈક કરી છૂટવાની ભાવનાનાં દર્શન કરાવ્યા છે. તેઓ પોતાના સ્વખર્ચે ગામમાં સોલર સિસ્ટમ લગાવી રહ્યા છે, જેનાથી ગામ આખાને ખૂબ મોટો ફાયદો થશે. લાઠીના દુધાળા ગામને મળી ઉદ્યોગપતિની અનોખી ભેટ.
ગામમાં 50% ઉપરાંત સોલર ફિટિંગ થઈ ગયાંભારત દેશમાં દુધાળા સોલર સિસ્ટમ ધરાવતું આવું ગામ પ્રથમ બનશે. આ ભેટ મળતાં સમસ્ત દુધાળા ગામ ખુશખુશાલ બન્યું છે. ગામમાં દર મહિને જે બિલ આવતું હતું એનાથી આખા ગામને મોટી રાહત થશે. હાલમાં ગામમાં 50% ઉપરાંત સોલર ફિટિંગ થઇ ગયાં છે. જ્યારે દુધાળા ગામમાં 310 જેટલાં મકાનો આવેલાં છે, જે તમામ મકાનોમાં આ સોલર સુવિધા આપવામાં આવશે. હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી આ કામગીરી કરાઇ રહી છે.