અમદાવાદ ગુજરાત નું કોરોના એપિસેન્ટર છે.
કોરોના ના કેસો વધતા જ જઈ રહ્યા છે.
પરંતુ હજી પણ લોકો રસી લેતા ખચકાય છે.
રસી મુદ્દે હજી પણ લોકો તેટલા જાગરુક નથી.
માત્ર માસ્ક પહેરવા થી કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા થી કોરોના નહીં થાય એ ભ્રમ ભાંગવો જરૂરી છે.
રસી ભલે મહદઅંશે અસર કરે છે પરંતુ હાલ 1 ટકા મદદ પણ મદદ છે અને તે મદદ લેવા માં પણ ખચકાવું ન જોઈએ.
રસી બાબતે લોકો ને જાગરૂક કરવા અને AMC ને વેક્સિનેશન માં મદદ કરવા કોર્પોરેટરો અને એન.જી.ઓ સંસ્થાઓ આગળ આવી છે.
જે સોસાયટી અને ફ્લેટ માં 100 થી વધુ લોકો રસી લેવા તૈયાર હોય ત્યાં AMC વેક્સિનેશન કેમ્પ શરૂ કરે છે.
હાલ માં અમદાવાદ ના શાહીબાગ ના ઓમ ટાવર માં અને નિકોલ ના એરિસ હાઇટ્સ માં વેક્સિનેશન કેમ્પ યોજાયા હતા જ્યાં 20 જેટલા લોકો એ રસી લીધી હતી.
સરકાર અને AMC ઝડપ થી લોકો ને વેક્સિન આપવા પર જોર આપી રહી છે.
જે અર્થે દરેક વિસ્તાર માં કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ને જવાબદારી સોંપવમાં આવી છે.
AMC દ્વારા અનેક જગ્યાએ કમ્યૂનિટી હોલ અને અર્બન હેલ્થ સેન્ટર માં વેક્સિનેશન ની કામગીરી ચાલુ છે.
અને આ ઉપરાંત જે સોસાયટી અને ફ્લેટ માં 100 લોકો થી વધુ વેક્સિન લેવા તૈયાર હોય ત્યાં AMC ની વાન આવે છે.
જેમાં NGO મદદ કરી રહ્યું છે.
નિકોલ ના એરિસ હાઇટ્સ માં સેવ હ્યુમેનીટી NGO ની મદદ થી વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આશરે 120 લોકો એ રસી લીધી હતી.
આ ઉપરાંત હવે કોર્પોરેટરો ને પણ પોતાના વિસ્તાર માં રસીકરણ અંગે જાગૃત રહેવા સૂચન આપવા માં આવ્યા છે.
રસીકરણ ને વધુ થી વધુ તેજ કરવા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે સલાહ આપવા પણ જણાવ્યું.
પોતાના વિસ્તાર માં વેક્સિનેશન કાર્યક્રમો ને મદદ રૂપ થવા આદેશ અપાયો છે.