કોરોના સંક્રમણને રોકવા માટે વેક્સિન જ એકમાત્ર રામબાણ ઈલાજ છે. ત્યારે સરકાર દ્વારા 21 જુનથી સમગ્ર દેશમાં રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યું છે. જેમાં 18 વર્ષથી મોટી આયુના કોઈ પણ વ્યક્તિ, નિર્ધારિત કરેલા રસી કેન્દ્ર પર જઈને અગાઉથી નોંધણી કરાવ્યા વિના સ્થળ પર નોંધણી કરાવીને રસી લઈ શકે છે. પરંતુ કોરોનાની વેક્સિનનો પુરતો જથ્થો ન હોવાને કારણે, રસી મેળવવા ઈચ્છુક લોકોને હાલાકી ભોગવવી પડે છે.અમદાવાદ શહેરમાં માત્ર 25000 વેક્સિન ડોઝ ઉપલબ્ધ છે, જો રસીનો પર્યાપ્ત જથ્થો સોમવારે નહિ મળે તો મંગળવારે સમગ્ર શહેરમાં રસીકરણ કાર્યક્રમ બંધ રહે તેવી સંભાવના છે.
ગીર સોમનાથ વેરાવળ ડિવિઝનમાં રેલ ટિકિટના કાળાબજારનો પર્દાફાશ કરતી RPF

અમદાવાદ શહેરમાં સુપર સ્પ્રેડર દ્વારા થતું કોરોના સંક્રમણ અટાકાવવા માટે દુકાનદારો અને વ્યાવસાયિકોને વેક્સિન લેવા માટેની 10 જુલાઈ સુધીની ડેડ લાઈન આપી છે. પરંતુ વેક્સિનનાં પુરતા જથ્થાના અભાવે લોકોને રસી વિના રસીકેન્દ્ર પરથી પરત ફરવુ પડે છે. એટલુ જ નહી કોરોનાની રસી લેવા માટેની જે આખરી તારીખ નક્કી કરી છે તે તારીખ સુધીમાં રસી મળી રહેશે કે નહી તેની પણ ચિંતા સતાવી રહી છેઅમદાવાદ શહેરમાં રવિવારે માત્ર 20,000 લોકોનું જ રસીકરણ કરવામાં આવ્યું. ઉપરાંત એક લાખ લોકોની સામે માત્ર 10,000 વેક્સિનની ફાળવણીને કારણે શહેરનાં અનેક વેક્સિન સેન્ટરમાં વેક્સિનની અછત સામે આવી છે.
અમદાવાદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યપ્રધાને રસીની અછતના મુદ્દે આ સ્પષ્ટતા કરી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજયમાં રોજ 3થી 4 લાખ વેક્સિનના ડોઝ મોકલવામાં આવે છે. પરંતુ શહેરમાં વેક્સિનની અછતને જોતા ચિત્ર કંઈક જુદુ જ જોવા મળી રહ્યું છેવેક્સિન મહાઅભિયાનની શરૂઆતમાં જ અમદાવાદ સહિત અનેક શહેરોમાં વેક્સિનનો પુરતો જથ્થો ન હોવાની ફરિયાદો સામે આવી છે. જેને કારણે સરકારના વેક્સિનેશન અભિયાન પર હાલ સવાલ ઉભા થઈ રહ્યા છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268