અમદાવાદ શહેરમાં નીકળનારી પરંપરાગત રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવી છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી અને પ્રદીપસિંહ પધારશે.પરંતુ, આ વરસે આ રથયાત્રામાં કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવશે. ત્યારે આ વરસે ભગવાનની રથયાત્રામાં ભક્તો નહીં જોડાય. પરંતુ, રથયાત્રાની પરંપરાને જાળવી રાખવામાં આવશે. પહિંદ વિધિ સવારે 7 વાગે યોજાશે.
4 વાગે મંગળા આરતી થશે.4.30 વાગે ભગવાનને ખીચડીનો પ્રસાદ ધરાવાશે.5 વાગે ભગવાનના આંખના પાટા ખોલશે.5.45 વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે.દર વર્ષ કરતા આ વખતની રથયાત્રા અલગ રહેશે.કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.ચેનલોના માધ્યમથી ભગવાનના દર્શન લોકો કરે.રથ નિજ મંદિર પરત આવે પછી લોકોને મગનો પ્રસાદ આપવા આવશે.
લોકો એક સાથે ભેગા ન થાય તેવી અપીલ છે.સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો દર્શન કરવા આવે.રથયાત્રાથી ગુરુપૂર્ણિમા સુધી મગનો પ્રસાદ આપવમાં આવશે.120 ખલાસીઓની પરવાનગી છે.જેમાં 60 ખલાસીઓ સરસપુર સુધી લઈને જશે.ત્યારબાદ બીજા 60 સરસપુરથી નિજ મંદિર લાવવામાં આવશે.રથયાત્રામાં આ વખતે કોઈ ભક્તો દ્વારા સ્વાગત નહિ કરવામાં આવે.રથયાત્રાનો રૂટ ટૂંકાવાનો નથી.18 ગજરાજોને સવારે મંદિર લાવવામાં આવશે પરંતુ રથયાત્રામાં નહિ સામેલ થઈ શકે.મંદીરના મહંત અને ટ્રસ્ટીની પ્રત્રકાર પરિષદ .તૈયારીઓ અને સરકારની ગાઇડલાઇન પ્રમાણે આયોજન..144મી રથયાત્રા નિયમો મુજબ યોજશે.રથયાત્રાને આગલા દિવસે મુખ્યમંત્રી મંદિર આવશે.આવતીકાલે મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાશે.બીજના દિવસે સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે.6 વાગે ભગવાનને ખીચડાનો ભોગ અર્પણ કરશે.6:45 એ ભગવાનને રથમાં બિરાજમાન કરશે.7 કલાકે રથની પહિંદ વિધિ થશે.
ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે જોડાશે.કોઈ પણ પ્રસાદી ભક્તોને રસ્તામાં મળશે નહીં.નિજ મંદિર પરત આવ્યા બાદ ભક્તો દર્શન કરી શકશે.
ખલાસીઓની પણ તૈયારીઓ સજ્જ120 ખલાસીઓ ભગવાનના રથ ખેંચશેતમામ ખલાસીઓના 24 કલાક પહેલા થશે આરટીપીસીઆર ટેસ્ટ..કોઈપણ સ્થળે ભગવાનનું સ્વાગત નહિ કરાય.પરંપરા મુજબ ગજરાજો પહેલા ભગવાનના દર્શન કરશે.સરસપુરમાં ભગવાન ફક્ત 5 મિનિટ રોકાશે.ભગવાન નગરચર્યાએ નીકળશે.લોકોના સાથ-સહકારની જરૂર છે.આનંદ ઉત્સાહ અને નિયમ અનુસાર રથયાત્રા યોજાશે.તમામ લોકોને વિનંતી મીડિયાના માધ્યમથી રથયાત્રાના દર્શન કરો.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268