Shantishram News, Diyodar, Gujarat.
આજરોજ અમદાવાદ ત્રિસ્તુતિક જૈનસંઘ મધ્યે પુણ્ય સમ્રાટ શ્રીના અંતેવાસી શિષ્ય મુનિરાજ જીનાગમરત્ન વિજયજી મહારાજ સાહેબ આદી ઠાણા સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં શ્રી રાજેનદ્રસૂરી જૈન પાઠશાળામાં ઉત્તમ રીતે જૈન ધર્મના આચાર વિચાર સાથે ધર્મ અભ્યાસ કરી રહેલ ૧૩૦૦ થી અધિક બાળકોનો સન્માન સમારોહ યોજાયો. આ બાળકો કે જેમણે ઉત્તમ ધાર્મિક અભ્યાસ કર્યો તેમણે હાથી, ઘોડા, અને બગીમાં બેસાડી શોભાયાત્રા સહ સન્માન સમારોહ યોજાયો.
આ સમારોહમાં શાલીન શાહ તથા શૈલ શાહના સંગીત અને પ્રતિકભાઈ શાહની સંવેદનાના સુર સાથે અભ્યાસની યોગ્યતા મુજબ બાળકોનું તથા પંડિતવર્ય અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ પ૦૦૦ થી વધુ પધારેલા મહેમાનો તથા સંઘની આર્ય સંસ્કૃતિ મુજબ સાધર્મિક ભક્તિ યોજાઈ.
શ્રી સંઘના અધ્યક્ષ વાઘજીભાઈ આસોપાલવના જણાવ્યા મુજબ પૂજ્ય ગુરૂભગવંતની પ્રેરણા કે બાળકેામાં નાનપણ થી જ ધર્મના સંસ્કારો અને ધર્મ પ્રત્યે બહુમાન ભાવ હશે તો આપણું અને શ્રી સંઘનું ભવિષ્ય ઉજળું છે. આ વાતને શ્રી સંઘે વધાવી અદભુત એવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. અને સંઘના દાનવીરો દ્વારા પાઠશાળા માટે અદભુત એવી દાનગંગા વહેડાવવામાં આવી. સૌએ બાળશ્રાવકો અને બાળ આરાધકોની અનુમોદના કરી
પાઠશાળાના ૧૩૦૦ થી વધુ બાળકો દ્વારા પપ હજાર બેસણાનું તપ, ૭૭ હજાર પ૦૦ ગાથાઓ, ૩૬ હજાર સામાયિક અને પ૧ હજાર પ્રતિક્રમણ કરી શ્રૃતજ્ઞાનની અદભુત ધારા વહાવી તો આ સન્માન સમારોહમાં પૂજ્ય ગુરૂભગવંતો સહ સમાજના આગેવાનો,દાનવીરો, રાજેન્દ્ર જૈન મંડળ અને પરિષદના યુવાઓ ઉપસ્થિત રહેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268