અમદાવાદ ખાતે વિદ્યાગુરુ એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારંભમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગુજરાતની 20 જેટલી શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમારંભમાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, શિક્ષણ વિના રાજ્યનો વિકાસ શક્ય નથી.નરેન્દ્રભાઇએ કીધું છે કે, સમાજમાં બદલાવ લાવવો હશે તો શિક્ષણ દ્વારા જ શક્ય છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં સૌથી વધારે લોકભાગીદારીથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. વધુમાં તેમણેજણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસ ચાલેલા શાળા પ્રવેશોત્સવમાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં શાળામાં બાળકોનું નામાંકન થયું. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે અનેક ભગીરથ કર્યો થઈ રહ્યા છે. આ સમારંભમાં શિક્ષણ વિભાગના સેક્રેટરી ડો. વિનોદ રાવ, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, સિદ્ધિ મીડિયા ગૃપના ચેરમેન મુકેશ પટેલ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સીટીના પ્રતિનિધિઓ સહિતના લોકો હાજરરહ્યા હતા. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી એ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને આગળ લઈ જવાની નેમ મુકી હતી અને કેટલીક મહત્વની વાતો પણ તેમણે આ પ્રસંગે શિક્ષણને લગતી શેર કરી હતી.
Trending
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું
- ફૂલેરા બીજ લગ્ન જીવનમાં ખુશીઓ લાવે છે, જાણો આ દિવસે કયું કામ કરવું જોઈએ
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ