સેલિબ્રેશન સમયે રૂમમાં હાજર લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. જેને કારણે બર્થડે પાર્ટીના 5 દિવસમાં જ 22 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
આ અંગેની વિગતો એવી છે કે, નારણપુરામાં એક યુવકના જન્મદિવસની પાર્ટીનું પરિવાર અને મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કેક સાથે યુવક સાથે મસ્તી કરવા મેજિકલ કેન્ડલ લાવ્યા હતા. જેને વારંવાર ફૂંક મારવા છતા ઓલવાતી નહોતી. સેલિબ્રેશન સમયે રૂમમાં હાજર લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. જેને કારણે બર્થડે પાર્ટીના 5 દિવસમાં જ 22 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
જે યુવકનો બર્થડે હતો, તેને જ કોરોના હતો, પરંતુ તે અજાણ હતો. તે પોઝિટિવ આવતાં તેણે પાર્ટીમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા જાણી કરી હતી. યુવકની માતાએ કેક ખાધી નહોતી. જેથી તે બચી ગયા હતા. આ સિવાયના તમામ સભ્યો પોઝિટિવ આવ્યા હતા.
કેક કાપ્યા પછી ગાર્ડનમાં સંગીત પાર્ટી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખુરશી મુકાઇ હતી. જેમાં 40થી 50 લોકો ભેગા થયા હતા. જોકે, કેટલાકે ડિનર લેવાનું ટાળ્યું હતું. તેમજ જે લોકોએ આ સમયે માસ્ક પહેર્યા હતા અને ખાવાનું ટાળ્યું હતું. તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.